ખુશખબરી: તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાની વિદાય થતા જ શોમાં થઇ નવી એન્ટ્રી

મહેતા સાહેબે શો છોડતા જ શૉમાં થઈ નવી એન્ટ્રી, મચી ગયો ખળભળાટ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં કેટલાક કલાકારો એવા છે જે શો સાથે શરૂઆતથી જ સંકળાયેલા છે અને બીજા કેટલાક કલાકારો એવા છે જેમણે આ શો છોડી દીધો છે અને તેમની જગ્યાએ બીજા પાત્રોએ એન્ટ્રી કરી છે. ત્યારે હાલમાં થોડા સમય પહેલા ખબર હતી કે તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધુ છે.

જ્યારે હવે શૈલેષ લોઢાના બહાર થતાની સાથે જ શોમાં એક નવી એન્ટ્રી થઇ છે. શોમાં હાલના દિવસોમાં એક નવો ચહેરો જોવા મળી રહ્યો છે, જે છે પોપટલાલની થવાવાળી દુલ્હનિયા પ્રતિક્ષા. શોમાં પ્રતિક્ષાનું પાત્ર ખુશ્બુ પટેલ નિભાવી રહી છે. શોમાં હાલ પોપટલાલના લગ્નની વાત ચાલી રહી છે અને લગ્ન માટે પોપટલાલને છોકરીવાળાએ હા પણ કહી દીધી છે. ગોકુલધામ દ્વારા છોકરીના ઘરે શગુન પણ લઇ જવામાં આવ્યુ.

ત્યારે પ્રતિક્ષાના રોલમાં જોવા મળતી ખુશ્બુ જે શોમાં સાદગીવાળી છોકરીનો રોલ પ્લે કરી રહી છે, ત્યાં તે રિયલ લાઇફમાં ઘણી સ્ટાઇલિશ છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. તેને ફરવાનો ઘણો શોખ છે અને તેને સ્ટાઇલમાં રહેવુ પણ પસંદ છે. જો કે, ખુશ્બુ પટેલના કરિયર વિશે હાલ કોઇ માહિતી સામે આવી નથી.

ઇન્સ્ટાગ્રામ પર ખુશ્બુના ઇન્ડિયન આઉટફિટથી લઇને વેસ્ટર્ન આઉટફિટની તસવીરો છે. જેમાં તે ઘણી સુંદર લાગી રહી છે. તે સ્ટાઇલમાં શોની અભિનેત્રીઓને પણ માત આપે છે. હવે શોમાં ખુશ્બુની એન્ટ્રી સ્થાયી છે કે અસ્થાયી તે તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે. પોપટલાલની વાત કરીએ તો, તે શોમાં સૌથી મોટી બેચલર છે.

આ કારણે લોકોને તેમનું પાત્ર ઘણુ પસંદ આવે છે. કારણ કે પોપટલાલ હંમેશા પોતાના માટે દુલ્હન શોધતા રહે ચએ. પરંતુ તો પણ તેમના હાથમાં છેલ્લે નાકામી જ લાગે છે. પરંતુ હવે ફાઇનલી પોપટલાલને દુલ્હન મળી ગઇ છે. પોપટલાલના લગ્નની હાલ તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ પોપટલાલના લગ્ન હોય અને કહાનીમાં ટ્વીસ્ટ ન આવે એવું બની શકે ?

પરણવાની તલપ અને છેલ્લા ઘણાય વર્ષોથી ક્યારે શોમાં કુંવારા પોપટલાલ પરણશે તેની દર્શકોને પણ ઈચ્છા હતી. હાલમાં શોમાં પોપટલાલના ભાવિ દુલ્હનિયાની રાહ જોવાઈ રહી છે. પોપટલાલના સંબંધની વાત પાક્કી થઈ ગઈ છે. ખુશ્બુ પટેલ નામની અભિનેત્રી આ રોલ કરી રહી છે. શોમાં ખૂબ જ શરમાળ છોકરીના રોલમાં જોવા મળતી ખુશ્બુ પટેલની રિયલ લાઈફ વિશે વાત કરીએ તો તે ખૂબ જ સ્ટાઇલિશ છે. સોશિયલ મીડિયા પર તેના ઘણાં ફોટાઓ દર્શાવે છે કે તે હરવા ફરવાની શોખીન છે. તેને સ્ટાઇલમાં રહેવું કેટલું પસંદ છે. ખુશ્બુ પટેલ અત્યારે આ ઈન્ડસ્ટ્રીમાં નવી છે અને તેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી.

Shah Jina