કપડવંજના વીર જવાનનું સિક્કિમમાં હિમવર્ષા વચ્ચે ફરજ બજાવતા થયું નિધન, અંતિમ યાત્રામાં આખું શહેર હીબકે ચઢ્યું, નજારો જોઈને ભાવુક થઇ જશો

ભારત માતાની રક્ષા કરતા ઘણા યુવાનો પોતાના જીવની પણ આહુતિ આપી દેતા હોય છે, ગુજરાતના ઘણા યુવાનો પણ ભારતમાતાની રક્ષા કરી રહ્યા છે, ઘણીવાર તેમના શહીદ થવાની ખબર સાંભળીને આખો દેશ હમચમચી ઉઠે છે. હાલ એક જવાનના નિધનની ખબરે લોકોના દિલમાં ઊંડો શોક ફેરવી વાળ્યો છે.

ખેડા જિલ્લામાં આવેલા કપડવંજ તાલુકાના નાના એવા ગામમાંથી માતૃભૂમિની રક્ષા કરવા માટે ફરજ સિક્કિમમાં ફરજ બજાવી રહેલા હિતેશ પરમાર નામના યુવાનનું નિધન થયું હોવાની ખબર આવી છે. હિતેશ પરમાર છેલ્લા 10 વર્ષથી આર્મીમાં ફરજ નિભાવતા હતા.  ત્યારે હાલમાં સિક્કિમમાં થઇ  રહેલી ભારે હિમવર્ષામાં ફરજ બજાવી રહેલા હિતેશ પરમાર દુઃખાવો ઉપડ્યો હતો.

છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સારવાર દરમિયાન જ તેમનું નિધન થયું.તેમના નિધનની ખબર મળતા જ પરિવાર સમેત આખા ગામની અંદર શોકનો માહોલ ફરી વળ્યો હતો. હિતેશ પરમારના પરિવારમાં તેમના માતા-પિતા, ભાઈ-ભાભી અને પત્ની ઉપરાંત અઢી વર્ષની એક દીકરી પણ છે.

હિતેશ પરમારનું ત્રણ દિવસ પહેલા અવસાન થયું હતું, ત્યારે ગઈકાલે રાત્રે તેમના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવ્યો હતો, જેના બાદ કપડવંજથી તેમના વતન ઘડિયા લાવવામાં આવ્યો. જેના બાદ આજે તેમની અંતિમ યાત્રા કપડવંજમાંથી નીકળી હતી જેમાં આખું શહેર હીબકે ચઢેલું જોવા મળ્યું હતું

હિતેશ પરમારની અંતિમ યાત્રામાં પણ મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા અને ભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. હિતેશ પરમાર બે મહિના પહેલા જ પોતાની ફરજ ઉપર ઘરેથી પરત ફર્યા હતા. તે એક મહિનાની રજા ઉપર ઘરે આવ્યા હતા, પરંતુ  જયારે તે પરત આવ્યા ત્યારે તે તિરંગામાં લપેટાઈને આવ્યા.

બે દિવસ પહેલા કે હિતેશભાઈ પરમારે તેમના પત્ની સાજનબેન સાથે ફોન પર વાતચીત પણ કરી હતી અને ઘરના સભ્યોના ખબર-અંતર પણ પૂછ્યા હતા. અને સોમવારના રોજ તેમના નિધનના સમાચાર આવ્યા.સોમવારની મોડી સાંજે હિતેશભાઈ પરમારના ભાઈ સતીશ પરમારને આર્મીના અધિકારીનો ફોન આવ્યો અને તેમણે હિતેશ પરમારનું નિધન થયું હોવાનું જણાવ્યું હતું.

Niraj Patel