આ ભાઈનો જુગાડ તો જુઓ… ખાટલાને બનાવી દીધી ગાડી, ચલાવીને પહોંચ્યો પેટ્રોલપંપ, લોકો પણ જોઈને રહી ગયા હક્કાબક્કા

આ છોકરાઓના દિમાગને તો એવોર્ડ મળવો જોઈએ. ખાટલાને બનાવી દીધી ગાડી, અને પહોંચ્યો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા, જુઓ વીડિયો

Khatiya converted into a vehicle : ભારત અને જુગાડનો વર્ષો જૂનો નાતો છે. આપણા દેશમાં કોઈપણ સમસ્યાને પહોંચી વળવા માટે લોકો પાસે પોતાનો આગવો જુગાડ હોય છે અને આ જુગાડ દુનિયાભરમાં પ્રચલિત બની જતો હોય છે. ત્યારે હાલ એક એવા જ જુગાડનો વીડિયો લોકોના હોશ ઉડાવી રહ્યો છે જેમાં એક ભાઈ ખાટલો લઈને પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા પહોંચે છે.

આ વીડિયો 9 જૂને ટ્વિટર હેન્ડલ @Mumbaikahar9 દ્વારા કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો  “નવીન જુગાડ. ખાટલાને થ્રી વ્હીલર વાહનમાં ફેરવવામાં આવ્યો હતો.” લગભગ 3 મિનિટની આ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે બે યુવકો ખાટલા વાહન પર બેસીને પેટ્રોલ પંપ પર પહોંચે છે.

પંપ પર ઉભેલા લોકોની નજર વાહન પર પડતાની સાથે જ બધા કેમેરા કાઢીને વીડિયો બનાવવા લાગે છે. એક વ્યક્તિ પણ ‘ખાટલા’ પર બેસીને તેને ચલાવીને બતાવે છે. આ વાહન બનાવવા માટે ખાટલો, સાયકલના પૈડા અને કારના સ્ટીયરીંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાટલાના ચાર પગ પાસે પૈડા મુકવામાં આવ્યા છે.

એક તરફ હેન્ડલ અને રેસ વગેરે ગોઠવવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ એક મોટર છે. આ મોહક વસ્તુ બનાવનાર વ્યક્તિ કહે છે કે આ વાહન સરેરાશ 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ આપે છે, જેના પર ચાર-પાંચ લોકો પણ આરામથી સવારી કરે છે. ” ત્યારે આ વીડિયોને જોઈને લોકો પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel