610 કિલોના આ વ્યક્તિને ક્યારેક ક્રેનની મદદથી કાઢવામાં આવ્યો હતો ઘરની બહાર, આજે તેની હાલત જોઈને ઓળખવો પણ બનશે મુશ્કેલ

610 કિલોનો થઇ ગયો હતો દુનિયાનો સૌથી ભારે છોકરો, નવી તસવીરો જોઈને આંચકો લાગશે

આપણે ઘણા એવા લોકોને જોયા છે જેમનું વજન ખુબ જ વધારે હોય છે, ઘણા લોકો વજન ઘટાડવા માટે ડાયટ અને સર્જરીનો પણ સહારો લેતા હોય છે, ત્યારે આજે અમે તમને એવા જ એક  વ્યક્તિની વાત કરવાના છીએ, જેને એક સમયે દુનિયાના સૌથી ભારે કિશોરમાં ગણતરી કરવામાં આવતી હતી, પરંતુ આજે તેને ઓળખવો પણ મુશ્કેલ બન્યો છે.

2013માં ખાલિદ મોહસેન અલ શૈરીનું વજન 610 કિલોગ્રામ હતું, પરંતુ હાલમાં તેને પોતાના વજન ઉપર કાબુ મેળવી લીધો છે. જેને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયું છે. વજન ઘટાડવા માટે ખાલિદે નિર્ધારીત આહાર અને વ્યાયામનો સહારો લીધો હતો. ખાલિદ હવે 29 વર્ષનો થઇ ગયો છે અને તે હાલમાં સાઉદી અરબમાં રહે છે.

પોતાના મોટાપાના કારણે તે ઘરમાંથી પણ નહોતો નીકળી શકતો. વર્ષ 2013માં તેના વિશે સાઉદીના દિવંગત કિંગ અબ્દુલ્લાને ખબર પડી તો તેમને ખાલિદની ટ્રીટમેન્ટ કરાવવાનું વિચાર્યું. જેના માટે ખાલિદને અમેરિકાથી મંગાવવામાં આવેલા ક્રેનથી એરલિફ્ટ કરીને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કારણ કે તેના મોટાપાના કારણે તે ચાલી શકતો પણ નહોતો.

જેના બાદ તેને ટ્રીટમેન્ટ માટે રિયાદના કિંગ ફાહદ મેડિકલ સિટીમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેની કેટલાક વર્ષો સુધી સારવાર ચાલી. તે સમયે ખાલિદનું વજન 610 કિલોગ્રામ હતું. સારવાર પહેલા તે 3 વર્ષ સુધી ઘરમાં બંધ હતો. ખાલિદની સારવાર માટે ડોકટરો દ્વારા એક વિશાળ કસ્ટમ નિર્મિત વ્હીલચેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ડોકટરોની મદદથી ખાલિદે માત્ર 6 મહિનામાં જ અડધાથી પણ વધારે વજન ઓછું કરી લીધું હતું.

વર્ષ 2016માં દુનિયાના સૌથી ભારે કિશોર તરીકે ઓળખવામાં આવતા ખાલિદે પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે જીમર ફ્રેમ સાથે ચાલતા નજર આવ્યો હતો. જાન્યુઆરી 2018માં તેના શરીરમાંથી વધારાની ચામડી હટાવવા માટે છેલ્લી સર્જરી કરવામાં આવી હતી.

ખાલિદે જણાવ્યું કે તેને વજન ઓછું કરવા માટે ના ફક્ત સર્જરી પરંતુ સતત વ્યાયામ પણ કર્યો. સાથે જ પોતાના આહાર ઉપર પણ ધ્યાન આપ્યું. ડોકટરના કહેવા પ્રમાણે જ તે ડાયટ લેતો હતો. ખાલિદની અત્યારની તસવીર જોઈને કોઈપણ એ નહિ કહી શકે કે તે એક સમયે 610 કિલોગ્રામ વજનનો હતો.

Niraj Patel