KGFના રોકી ભાઇની પત્ની આગળ બોલિવુડ હસીનાઓ છે ફેલ, હુસ્નથી ફેલાય છે મદહોશી

KGF ચેપ્ટર 2 સ્ટાર યશની પત્ની રાધુકા પંડિતથી નહિ હટે નજર, આવી રીતો થયો હતો રોકીને પ્રેમ

KGF સ્ટાર યશને આજે કોઇ ઓળખની જરૂર નથી. સિનેમા જગતના રોકી ભાઇની પૂરી દુનિયા દીવાની છે. પોતાના દમદાર અભિનય અને એટ્રેક્ટિવ પર્સનાલિટીથી લોકોનું દિલ જીતનાર યશનું અસલી નામ નવીન કુમાર ગૌડા છે.

કન્નડ સિનેમાના સુપરસ્ટાર કહેવાતા યશની પ્રોફાઇલ લાઇફ ઘણીવાર ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે તેમની પત્ની રાઘિકા પંડિત ચર્ચામાં છે. રાધિકા યશની જેમ જ લોકોના દિલમાં વસેલી છે.

KGFના રોકીભાઇની પત્નીનું હુસ્ન કાતિલાના છે. કન્નડ ફિલ્મોમાં તે તેના કામ માટે જાણિતી છે. તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમાં મનસુ, લવ ગુરુ, હુુદુગુરુ, અઢૂરી, ડ્રામા, બહાદુર અને મિસ્ટર એન્ડ મિસિસ રામચારી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

યશની પત્નીની ખૂબસુરતીના બધા દીવાના છે. ફિલ્મી દુનિયામાં હોવા છત્તાં પણ તે પોતાને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે. વર્ષ 2008માં કન્નડ ફિલ્મથી રાધિકાએ તેના કરી હતી. સાઉથ ઇન્ડસ્ટ્રીની ગ્લેમરસ અદાકારા રાધિકાએ ફિલ્મો ઉપરાંત ટીવી જગતમાં પણ કામ કર્યુ છે.

વર્ષ 2004માં “નંદા ગોકુલા”ના સેટ પર પહેલીવાર યશ અને રાધિકાની મુલાકાત થઇ હતી. રાધિકાએ ઘણીવાર તે બંનેની પહેલી મુલાકાતની કહાની સંભળાવી છે. તેમણે જણાવ્યુ કે, આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે બસ નોર્મલ હેલો-હાય જ થયુ હતુ. આનાથી વધારે કોઇ વાત થઇ ન હતી.

રાધિકાને આ મુલાકાત બાદ લાગ્યુ કે, કદાચ યશ ઘણો રૂડ છે અથવા તો તેનામાં એટિટયૂડ છે. રાધિકાને મુલાકાત બાદ લાગ્યુ કે યશ એવા વ્યક્તિ નથી જેમની સાથે તેની મિત્રતા થઇ શકે. ત્યાં જ રાધિકાની વાત પર યશનું કહેવુ છે કે, રાધિકાનું જેવું કહેવુ હતુ તેવું બિલકુુલ નથી.

યશે જણાવ્યુ હતુુ કે જયારે બંનેની પહેલી મુલાકાત થઇ તો તેમણે હાય કહ્યુ અને સાથે જ જણાવ્યુ કે તેઓ કોઇની પણ સાથે ભળવામાં થોડો સમય લે છે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, જયારે મુલાકાત થઇ તો રાધિકાની મમ્મી પણ હતી.

રાધિકાનું કહેવુ એવું હતુ કે, યશનુ હેલ્લો એવુ હતુ કે કોઇ ઇન્ટરસ્ટ પણ ના લે. યશ અને રાધિકાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. નંદા ગોકુલા ફિલ્મમાં રાધિકા સાથે અભિનય કરનાર એક્ટરને યશે રિપ્લેસ કર્યો હતો. વર્ષ 2008માં તેમની પહેલી ફિલ્મ “મોહિના મનસુ” સાથે પણ કંઇક આવું જ થયુ હતુ.

વર્ષ 2012માં જયારે યશે ફિલ્મ “ડ્રામા”માં અભિનય કર્યો તો ફીમેલ લીડને બદલવી પડી અને રાધિકાને રિપ્લેસમેંટ તરીકે લાવવામાં આવી. આ વાતને જોઇને જ લાગે છે કે બંને એકબીજા માટે જ બન્યા હતા.

ફિલ્મ ડ્રામાની શુટિંગ દરમિયાન બંને વચ્ચે સારી મિત્રતા થઇ ગઇ અને બંને સેટ પર સાથે સમય વીતાવવા લાગ્યા. સાથે ખાવાનું પણ ખાતા અને ગપશપ પણ કરતા હતા. ત્યાં મોજ મસ્તી પણ થવા લાગી.

યશનું કહેવુ છે કે, બંને વચ્ચે ડેટિંગ જેવો કોઇ સંબંધ ન હતો. બસ બંને નજીક આવ્યા અને નાની નાની વાતો એકબીજા સાથે શેર કરવા લાગ્યા. યશનું માનવું છે કે, રાધિકાના આવ્યા બાદ તેમણે ભળવાનું શરૂ કર્યુ, તેઓ કોઇનાથી વધારે ક્લોઝ હોતા ન હતા.

યશે રાધિકાને વેલેન્ટાઇન ડે પર પ્રપોઝ કર્યુ હતુ. રાધિકા તેના પેરેન્ટ્સ સાથે ફિલ્મ જોવા માટે જઇ રહી હતી. ત્યારે યશે ગિફ્ટ હેમ્પર મોકલ્યુ હતુ અને ફોન પર લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. જેનો જવાબ રાધિકાએ 6 મહિના બાદ આપ્યો હતો.

વર્ષ 2016માં યશ અને રાધિકાએ ગોવામાં સગાઇ કરી હતી. 9 ડિસેમ્બર 2016ના રોજ બંનેએ લગ્ન કર્યા હતા. બેંગલોર પેલેસમાં લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન થયુ હતુ. હાલ તો બંનેના બે ખૂબ જ ક્યુટ અને પ્રેમાળ બાળકો છે.

 

Shah Jina