મહામારીમાં લોકોને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા કરવામાં આવ્યો ખાસ પ્રકારનો ડાન્સ, જુઓ વીડિયો

કોરોના મહામારી સમગ્ર દેશની અંદર હાહાકાર મચાવી રહી છે. ત્યારે આ સમયે પોલીસ અને પ્રસાશન દ્વારા પણ સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે આ દરમિયાન પોલીસનો એક અનોખા ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો કેરળ પોલીસનો છે. વીડિયોની અંદર કેરળ પોલીસના કેટલાક જવાનો રાત્રીના સમયે ડાન્સ કરતા નજર આવી રહ્યા છે.

કેરળ પોલીસ દ્વારા આ વીડિયો કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવ્યો છે.

આ વીડિયોની અંદર પોલીસકર્મી વર્દી પહેરી અને સુપરહિટ તમિલ ગીત :એન્જોય એન્જામી:ની પરૌડી ઉપર ડાન્સ કરીને લોકોને માસ્ક પહેરવાને લઈને અને વેક્સિન અંગે જાગૃત કરી રહ્યા છે. સાથે વિનંતી પણ કરી રહ્યા છે.

કેરળ પોલીસ દ્વારા આ વીડિયો શેર કરવાની સાથે લખવામાં આવ્યું છે કે, “ચાલો સૌ સાથે મળી અને કોરોના વાયરસનો સામનો કરીએ. કેરળ પોલીસ હંમેશા તમારી સાથે છે.”

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ કાર્યની પ્રસંશા પણ કરી રહ્યા છે. તમે પણ જુઓ આ વીડિયો…

Niraj Patel