કેવો હલકો જમાનો આવ્યો છે…એકબીજાની ખુબસુરત પત્નીઓની અદલા-બદલી કરીને રંગરેલિયો માનવતા, ધનવાન ઘરની એક મહિલા સાથે ત્રણ-ત્રણ પુરુષો સાથે…
કેરળમાં પત્નીઓની અદલાબદલી માટે ચલાવવામાં આવતા મોટા રેકેટનો પોલિસે પર્દાફાશ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે વોટ્સએપ અને મેસેન્જર પર ગ્રુપ બનાવવામાં આવ્યા હતા, જેમાં લગભગ એક હજાર લોકોને એડ કરવામાં આવ્યા હતા. પતિ પત્ની એક્સચેન્જ રેકેટમાં સંડોવાયેલા 7 લોકોની પોલીસે કોટ્ટયમથી ધરપકડ કરી છે. 25થી વધુ લોકો પોલીસની દેખરેખ હેઠળ છે. એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી કે તે તેને અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. અગાઉ કયામકુલમથી પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી.
આ કિસ્સામાં, ચાંગનચેરીના ડેપ્યુટી એસપી, આર શ્રીકુમારે કહ્યું- પહેલા તેઓ ટેલિગ્રામ અને મેસેન્જર જૂથોમાં જોડાતા હતા અને પછી એકબીજાને મળતા હતા. તેમણે ફરિયાદીના પતિની ધરપકડ કરી છે. આની પાછળ એક મોટું રેકેટ છે અને પોલિસ તેની તપાસ કરી રહી છે. આ કેસમાં બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. ધરપકડ કરાયેલા લોકો કેરળના અલપ્પુઝા, કોટ્ટયમ અને એર્નાકુલમના રહેવાસી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે રાજ્યના ઘણા ચુનંદા વર્ગના લોકો આ રેકેટનો ભાગ છે.
10 જાન્યુઆરી સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 25થી વધુ લોકો પોલીસની દેખરેખ હેઠળ હતા. આ રેકેટમાં વોટ્સએપ ગ્રુપ અને મેસેન્જર ગ્રુપમાં 1000થી વધુ સભ્યો હતા. રિપોર્ટ અનુસાર, કોટ્ટાયમની એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ તેને અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો હતો. મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેના પતિ અને મિત્રોની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ પોલીસને ‘એક્સચેન્જ રેકેટ’ વિશે ખબર પડી.

જણાવવામાં આવી રહ્યું છે કે કેરળ હસબન્ડ વાઈફ એક્સચેન્જ રેકેટમાં એક હજારથી વધુ લોકો સામેલ છે, જેમાં સંબંધો માટે મોટા પાયે મહિલાઓની આપ-લે થઈ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર રેકેટ ટેલિગ્રામ અને અન્ય ઓનલાઈન મેસેન્જર એપ્લિકેશન દ્વારા ચાલે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીને અન્ય પુરૂષો સાથે અકુદરતી સંબંધો બાંધવા દબાણ કરવામાં આવતું હતું. પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાને તેના પતિએ અન્ય લોકો સાથે અફેર કરવા દબાણ કર્યું હતું. તપાસ બાદ પોલીસ ટોળકી સુધી પહોંચી હતી.