આ પેસેન્જરે એવું તો શું કર્યું કે પોલિસવાળાએ પાટા મારી મારીને ઢીબી નાખ્યો, મામલો સામે આવવા પર થયો સસ્પેન્ડ

આ વ્યક્તિની આવી હરકત જોઈને પોલીસનો ફૂટી નીકળ્યો ગુસ્સો, એવો માર માર્યો કે જોઈને દયા આવી જશે

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જયાં કોઇ પણ વીડિયો વાયરલ થતા વાર નથી લાગતી. ઘણીવાર તો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર એવા એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઇને આપણે પણ ચોંકી ઉઠીએ. હાલ આવો જ એક વીડિયો ટ્વીટર પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિને પોલિસકર્મી લાત મારતા જોવા મળી રહ્યા છે. ટિકિટ ન હોવાના કારણે ટ્રેનમાં એક વ્યક્તિને લાતો અને મુક્કાથી મારનાર રાજ્યના પોલીસકર્મીને કેરળ સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસની આ મારપીટનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી રાજ્ય પોલીસની ટીકા થઈ રહી હતી. આ વીડિયો લગભગ 20 સેકન્ડનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ટ્રેનના ડબ્બામાં દરવાજા પાસે બેઠો છે. પોલીસકર્મીઓ તે વ્યક્તિને વારંવાર લાતો મારી રહ્યા છે.

પોલીસના મારને કારણે વ્યક્તિ ટ્રેનના ફ્લોર પર પડી જાય છે. જ્યારે તે વ્યક્તિ સાથે મારપીટ કરવામાં આવી રહી હતી ત્યારે અન્ય એક પોલીસકર્મી અને એક રેલવે અધિકારી ત્યાં ઉભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. ઘટના રવિવારની માવેલી એક્સપ્રેસ ટ્રેનની છે. કન્નુરના પોલીસ અધિક્ષક પી. ઈલાંગોવને સોમવારે મીડિયાને જણાવ્યું કે સ્પેશિયલ બ્રાન્ચના એએસપી પાસેથી આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં સામેલ પોલીસકર્મી કેરળ રેલવે પોલીસમાં ડેપ્યુટેશન પર છે. તેમણે કહ્યું કે રેલ્વે પોલીસ પણ આ ઘટનાની તપાસ કરી રહી છે. વીડિયોમાં દેખાતો પોલીસકર્મી એએસઆઈ છે. તે અને અન્ય એક પોલીસકર્મી કન્નુરથી ટ્રેનમાં ચડ્યા અને મુસાફરોની ટિકિટ ચેક કરવા લાગ્યા.

તેમણે આગળ જણાવ્યુ કે, તેઓએ પીડિતને એવી શંકા પર માર માર્યો કે તેની પાસે ટિકિટ નથી અને પોલીસનો દાવો છે કે તે દારૂના નશામાં હતો. તેને વડકારામાં ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ પોલીસની આ કાર્યવાહીનો જોરદાર વિરોધ કર્યો અને રેલવે કર્મચારીઓ અને ત્યાં ઉભેલા અન્ય પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. એક યુઝરે ટ્વીટમાં જણાવ્યું કે, ગઈ કાલે માવેલી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને પોલીસે ખૂબ માર માર્યો હતો.

પોલીસકર્મીને રોકવાને બદલે, ત્યાં ઊભા રહીને તમાશો જોતા, TTEને સેવામાંથી બરતરફ કરી દેવા જોઈએ. બે દિવસ પહેલા પણ કેરળ પોલીસના કારનામાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વિદેશી નાગરિકને નવા વર્ષના દિવસે સરકારી શરાબની દુકાનમાંથી ખરીદેલી દારૂની બોટલો ખાલી કરવા દબાણ કરવામાં આવ્યું હતું. વિદેશી નાગરિક સાથે જોડાયેલા આ કેસમાં રાજ્ય સરકારે શનિવારે એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો હતો. આ તાજેતરની ઘટનાના સંબંધમાં, રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વીડી સતીસને સોમવારે કહ્યું કે પોલીસ સરકારના હાથમાંથી નીકળી ગઈ છે. શાસક પક્ષ દ્વારા નીચલા સ્તરના કર્મચારીઓને નિયંત્રિત કરવામાં આવે છે. આ કર્મચારીઓ તેમના ઉપરી અધિકારીઓના નિયંત્રણ હેઠળ નથી.

Shah Jina