જ્યોતિષશાસ્ત્રમાં સુખ, પ્રેમ અને ધનના કારક ગ્રહ શુક્ર તેમજ ઉર્જા, શૌર્ય અને સાહસના કારક ગ્રહ મંગળ વચ્ચે એક શક્તિશાળી રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આગામી 29 જુલાઈ 2026, બુધવારે બપોરે 12.34 કલાકે આ બંને ગ્રહો એકબીજાથી 90° ડિગ્રીના નિશ્ચિત અંતરે આવીને ‘કેન્દ્ર દ્રષ્ટિ યોગ’ બનાવશે. આ શક્તિશાળી યોગના કારણે 4 ખાસ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક અને મોટા ફેરફારો જોવા મળશે. આ સમયગાળા દરમિયાન કમાણીના નવા રસ્તાઓ ખુલશે, પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને લાંબા સમયથી અટકેલી ઈચ્છાઓ પૂર્ણ થશે.

મેષ રાશિ (Aries)
શુક્ર અને મંગળનો આ કેન્દ્ર દ્રષ્ટિ યોગ મેષ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ અને ઉર્જાનો નવો સંચાર કરશે. જો તમે લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પરેશાન હતા, તો તેમાં ઝડપથી સુધારો જોવા મળશે. તમે હાથમાં લીધેલા દરેક કાર્યોમાં સફળતાના યોગ બની રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તમારા ધન અને ભૌતિક સુખ-સુવિધાઓમાં ધરખમ વધારો થશે, સાથે જ દાંપત્ય જીવનમાં મધુરતા અને પ્રેમ વધશે.

સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના જાતકો માટે આ કેન્દ્ર દ્રષ્ટિ યોગ અત્યંત શુભ પરિણામો લઈને આવશે. ખાસ કરીને કરિયર અને બિઝનેસના ક્ષેત્રમાં જબરદસ્ત પ્રગતિ જોવા મળશે, જેનાથી સમાજમાં તમારું માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. જીવનમાં નવો ઉત્સાહ અને ઉમંગ આવશે. જે લોકો સિંગલ છે તેમને પોતાનો પ્રેમ મેળવવામાં સફળતા મળી શકે છે. ઘરમાં ચાલી રહેલા વિવાદો શાંત થશે અને પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે.

કન્યા રાશિ (Virgo)
કન્યા રાશિના જાતકો માટે શુક્ર અને મંગળની આ યુતિ અતિ લાભદાયક સાબિત થવાની છે. તમે ભૂતકાળમાં કરેલી સખત મહેનતનું હવે મીઠું ફળ પ્રાપ્ત થશે. નોકરીયાત વર્ગને કરિયરમાં કોઈ મોટી સફળતા કે પ્રોજેક્ટ મળી શકે છે. આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો ઘણો ઉત્તમ સાબિત થશે, જેનાથી તમારા જીવનમાં સુખ-શાંતિનું આગમન થશે અને આર્થિક ચિંતાઓમાંથી મુક્તિ મળશે.

તુલા રાશિ (Libra)
તુલા રાશિના લોકો માટે આ યોગ ચારેય તરફથી લાભના નવા રસ્તાઓ ખોલશે. તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે અને નોકરી કરતા જાતકોને ઓફિસમાં મોટું પદ કે પ્રમોશન મળી શકે છે. જો તમે નવું રોકાણ કરવાનું કે નવી સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો મોટો નિર્ણય લેવા માટે આ શ્રેષ્ઠ તક છે. કોઈ જૂની યોજના કે અટકેલા કામ પર તમે ફરીથી કામ શરૂ કરી શકશો જેમાં સફળતા મળશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)