“જવાન” ફિલ્મમાં શાહરુખ ખાનના “પોલિટિકલ મોનોલોગ”ને AAPએ જણાવી દીધી અરવિંદ કેજરીવાલની સ્પીચ, શેર કર્યો વીડિયો, જુઓ
Kejriwal’s dialogues in the Jawan movie : હાલ સિનેમાઘરોમાં શાહરુખ ખાનની આવેલી ફિલ્મ “જવાન” ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે બે દિવસમાં જ 197.50 કરોડનો બિઝનેસ કરીને ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મે રિલીઝના દિવસે જ 129 કરોડનો બિઝનેસ કર્યો અને તે બોક્સ ઓફિસના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી હતી. ત્યારે ફિલ્મનો એક સીન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. શાહરૂખે લોકોને સંદેશ આપ્યો છે કે તેઓ જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને વોટ આપે. ત્યાં સુધી કહેવાયું છે કે પાંચ વર્ષ પછી જ્યારે નેતાઓ વોટ માંગવા આવે ત્યારે તેમની પણ પૂછપરછ કરવી જોઈએ.
જવાન પર રાજકારણ :
હવે શાહરૂખના એ મોનોલોગ પર રાજકારણ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરીને લખ્યું કે જે અરવિંદ કેજરીવાલજી વર્ષોથી કહેતા હતા, આજે SRK એ પણ #Jawan ફિલ્મમાં કહ્યું. જવાનનો સંવાદ: “ડર, પૈસા, જાતિ, ધર્મ, સંપ્રદાયને મત આપવાને બદલે તમારો મત માંગવા આવનારને પ્રશ્નો પૂછો. તેને પૂછો કે આગામી 5 વર્ષમાં તે મારા માટે શું કરશે?, પરિવારમાં કોઈ બીમાર પડે તો તેની સારવાર માટે શું કરશો? મને નોકરી અપાવવા માટે તમે શું કરશો? દેશને આગળ લઈ જવા માટે તમે શું કરશો?”
ફિલ્મમાં ડાયલોગ કેજરીવાલના હોવાનો આપનો દાવો :
હવે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કોઈ પાર્ટી એવું નથી કહેતી કે શાળાઓ બની છે, તેથી તેમને મત આપો, હોસ્પિટલો બની ગઈ છે, તેથી તેમને મત આપો. દરેક વ્યક્તિ ફક્ત મુદ્દાને વાળવાનું કામ કરે છે. હવે આમ આદમી પાર્ટી પોતાના પ્રચાર માટે કેજરીવાલના આ જ વીડિયોનો ઉપયોગ કરી રહી છે.
जो @ArvindKejriwal जी सालों से कहते आ रहे है, वो बात आज #Jawan फिल्म में SRK ने भी कह डाली
Jawan का Dialogue:
“डर, पैसा, जात-पात, धर्म, सम्प्रदाय के लिए वोट देने की बजाय जो आपसे Vote मांगने आये, आप उससे सवाल पूछें
– पूछो उससे कि मेरे लिए अगले 5 साल में क्या करोगे?
– अगर… pic.twitter.com/ttufzwR1ac— AAP (@AamAadmiParty) September 7, 2023
ફિલ્મમાં આપવામાં આવ્યું છે રાજકીય નિવેદન :
ફિલ્મ જવાનની વાત કરીએ તો તેમાં એક મોટું રાજકીય નિવેદન આપવામાં આવ્યું છે. એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે મતદાન હંમેશા મુદ્દાઓના આધારે થવું જોઈએ. સ્પષ્ટપણે એમ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે અન્ય બાબતોમાં લોકો તાત્કાલિક આંગળી ચીંધવા તૈયાર હોય છે, તો પછી સરકારને ચૂંટતી વખતે આ જ પ્રશ્નો કેમ ઉઠાવવામાં આવતા નથી. હવે આ મેસેજિંગે ફિલ્મની તરફેણમાં કામ કર્યું છે કારણ કે જવાને રેકોર્ડ બ્રેકિંગ કમાણી શરૂ કરી છે. એકલા હિન્દી વર્ઝને પહેલા દિવસે 65 કરોડ રૂપિયાની કમાણી કરી છે.