કોન બનેગા કરોડપતિ એક શાનદાર શો છે. આ શોએ અત્યાર સુધી હજારો લોકોની કિસ્તમ પણ બદલી નાખી છે. હાલ કેબીસીની અંદર તમે અમિતાભ બચ્ચનને હોસ્ટ કરતા જોયા હશે. પરંતુ આ શોની ત્રીજી સીઝન બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી.
શાહરુખ જ્યારે કેબીસીને હોસ્ટ કરી રહ્યો હતો ત્યારે એક મહિલા પ્રતિસ્પર્ધી એવી પણ આવી હતી જેને શાહરુખ ખાનની ઈજ્જતનો કચરો કરી નાખ્યો હતો. કન્ટેસ્ટન્ટના રૂપમાં બેઠેલી મહિલા પ્રોફેસરે શાહરુખ સાથે બહુ જ સખ્તી સાથે વર્તન કર્યું હતું. આ અવસર ઉપર અભિનેતાએ પોતાના મોઢા ઉપર તાળું જ લગાવી દીધુ હતું.
હકીકતમાં એવું હતું કે આ શોમાં આવનારા દરેક પ્રતિસ્પર્ધી સાથે શાહરુખ ખાન ગળે મળતો હતો. આ મામલો 25 એપ્રિલ 2007નો છે. શાહરુખ ખાન કેબીસીની ત્રીજી સીઝન હોસ્ટ કરી રહ્યો હતો. શોની અંદર તેની સાથે મહિલા પ્રોફેસર હતી. તેને કિંગ ખાનને કહયું કે તે તેમની ફિલ્મો જુએ છે પરંતુ પહેલા તેમને સારા અભિનેતા નથી માનતી. જો કે ત્યારબાદ તેને શાહરુખના અંદાજને શમ્મી કપૂર સાથે મળતો જણાવ્યો હતો અને તેની આંખોની પણ પ્રસંશા કરી.
આ શોની સંદર જયારે પ્રોફેસર મહિલાની લાઈફ લાઈન ખતમ થઇ ગઈ ત્યારે શાહરુખ તેને જાતે જ ગળે લગાવવાનું ઓપશન આપે છે. જવાબમાં મહિલા પ્રોફેસર કહે છે કે મને તમને ગળે મળવાનો કોઈ શોખ નથી. હું રમતને અહીંયા જ છોડવા માંગુ છું.
શાહરુખ પણ તેમની વાતો સાંભળીને કહે છે કે મને ગળે લગાવવાનો શોખ એટલા માટે છે કે તમે આટલી સુંદર રીતે રમ્યા. ઈચ્છતો હતો કે તેના પ્રેમને વહેંચી શકું. તમારી દુઆઓ લઇ શકું. શો છોડ્યા બાદ શાહરુખ પ્રોફેસરની માતાને જઈને વિનિંગ એમાઉન્ટનો ચેક હાથમાં આપી આવ્યો અને ગળે લગાવ્યા.
શાહરુખ ખાન સાથે મહિલા પ્રતિસ્પર્ધીએ ખુબ જ સખ્તી સાથે વર્તન કર્યું હતું. પરંતુ અભિનેતાએ પોતાનું ધૈર્ય ના છોડ્યું. તે શોની અંદર સતત નરમી સાથે જ નજર આવ્યો. આ એપિસોડ બાદ લોકોની નજર શાહરુખ ખાનની અહેમિયત ખુબ જ વધી ગઈ હતી.