1 કરોડ જીતતા જ ધ્રુસકે ધ્રુસકે રડ્યો KBCનો પ્રતિસ્પર્ધી, માં વિશે કહ્યું એવું કે બધા લોકો થઇ ગયા ભાવુક

કોરોનાની બીજી લહેરમાં મારી માતાનું અવસાન થયું, કરોડપતિ બનીને માતાનું સપનું પૂરું થતા જ રડી પડ્યો શાશ્વત, જુઓ શું શું કહ્યું

ટીવી ઉપર પ્રસારિત થતો શો “કોન બનેગા કરોડપતિ” દર્શકોની પહેલી પસંદ છે. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોએ કેટલાય લોકોની જિંદગી બદલી નાખી છે તો શોની અંદર આવતા પ્રતિસ્પર્ધીઓની ઘણીવાર એવી એવી કહાનીઓ સામે આવતી હોય છે જેને સાંભળીને આંખોમાં આંસુઓ પણ આવી જતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સીઝનનો બીજો કરોડપતિ બનેલો શાશ્વત ધ્રુસકે ધ્રુસકે રડતો જોવા મળે છે.

‘કૌન બનેગા કરોડપતિ 14’માં 7.5 કરોડ માટે પૂછવામાં આવેલા સવાલનો જવાબ દિલ્હીના શાશ્વત ગોયલ આપવાના છે. પરંતુ એક કરોડ જીત્યા બાદ શાશ્વતનો રડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં અમિતાભ બચ્ચન પણ શાશ્વતને આ રીતે રડતા જોઈને ખૂબ જ ભાવુક થતા જોવા મળે છે.  કૌન બનેગા કરોડપતિમાં આવવું એ શાશ્વતની માતાનું સપનું હતું પરંતુ તેની માતા આ દુનિયામાં નથી.

એક કરોડ જીત્યા પછી  શાશ્વત સીટની સામે આવીને ખૂબ રડ્યો.શાશ્વત આ ક્વિઝ રિયાલિટી શોમાં કોઈ પણ સાથી વગર એકલા જ જોડાયા છે, તેનું કારણ સમજાવતા તેણે કહ્યું કે, KBCની શરૂઆત થઈ ત્યારથી, વર્ષ 2000માં હું મારા પરિવાર સાથે આ શો જોતો હતો. ઘણી વાર મારી મા કહેતી કે મારો દીકરો એક દિવસ હોટસીટ પર બેસશે. પરંતુ તેની માતાનું મોત કોરોનાના બીજા લહેરમાં થયું હતું. માતાના ગયા પછી તેનું જીવન અત્યાર સુધી મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે.

આ દરમિયાન શાસ્વતે શેર કર્યું કે તેણે અમિતાભ બચ્ચનની સામે હોટસીટ પર આવવા માટે 9 વર્ષ સુધી સતત પ્રયાસ કર્યો. જો કે આજે તેને KBCની હોટસીટ પર બેસવામાં સફળતા મળી. પરંતુ તેઓ જેમના માટે અહીં આવ્યા છે તેઓ તેમની સાથે નથી. પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે સાથીદારની આ સીટ ખાલી રહેશે, પરંતુ તેમના માટે આ સીટ પર જેને હોવું જોઈએ તે આજે પણ ત્યાં હાજર છે.

Niraj Patel