KBCમાં 11 વર્ષની બાળકીએ અમિતાભ બચ્ચનની કરી દીધી બોલતી બંધ, એવો સવાલ પૂછ્યો કે બિગ બી પણ માથું પકડીને બેસી ગયા, જુઓ વીડિયો

કોન બનેગા કરોડપતિ શો દર્શકોની આજે પણ પહેલી પસંદ છે, આ શોએ ઘણા લોકોની જિંદગી બદલી નાખી છે. આ શોમાં ઘણા લોકો લાખો રૂપિયા જીતીને ગયા છે તો ઘણા લોકો દિલ જીતીને ગયા છે. હાલ આ શોમાં કિડ્સ સ્પેશિયલ એપિસોડ ચાલી રહ્યો છે. ત્યારે આ શોનો એક પ્રોમો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક 11 વર્ષની છોકરી અમિતાભ બચ્ચનને પોતાના સવાલોથી હેરાન કરતી જોવા મળી રહી છે.

અલીગંજમાં ફરજ બજાવી રહેલા શિક્ષિકા કવિતા ત્યાગીની 11 વર્ષની દીકરી અન્વિષાની ​કૌન બનેગા કરોડપતિ (જુનિયર)માં પસંદગી કરવામાં આવી છે. 5 અને 6 ડિસેમ્બરે અન્વિષા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેઠેલી જોવા મળશે. ટીચર કવિતા ત્યાગી ગાઝિયાબાદની રહેવાસી છે. વર્ષ 2015માં પીલીભીતમાં ટ્રાન્સફર થયા બાદ તે જિલ્લામાં પહોંચી હતી. પતિ પંકજકુમાર ત્યાગી પ્રોપર્ટી ડીલિંગનું કામ કરે છે. તેમની 11 વર્ષની પુત્રી અન્વિષા ત્યાગીનું સામાન્ય જ્ઞાન ખૂબ જ સારું છે. આ સિવાય તે ડાન્સ અને એક્ટિંગની પણ શોખીન છે.

કવિતાએ જણાવ્યું કે બે મહિના પહેલા દીકરીની રુચિ જોઈને તેણે ‘કૌન બનેગા કરોડપતિ’ના ક્વિઝ શો માટે 14,000 રૂપિયા જમા કરાવીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 14 હજાર બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ફોન પર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં દેશમાંથી 400 બાળકોની પસંદગી કરવામાં આવી હતી. તેને ટેસ્ટ માટે બોલાવવામાં આવી હતી. તેણે 20 મિનિટમાં 20 પ્રશ્નોના જવાબ આપવાના હતા. અન્વિષાએ ​​આ સ્ટેજ પણ પાર કર્યો. ત્યાર બાદ મીની ઈન્ટરવ્યુ માટે બોલાવ્યા.

મુંબઈમાં હોટ સીટ પર કેમેરા સામે બેસીને દસ બાળકોને ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અન્વિષાની પ્રતિભા ત્યાં પણ દેખાઈ હતી. તે બીજા સ્થાને રહી. આ પછી તેણે કૌન બનેગા કરોડપતિ જુનિયરના ક્વિઝ શો માટે પસંદ કરવામાં આવી. અન્વિષા સોની ટીવી પર 5 અને 6 ડિસેમ્બરે રાત્રે 9 વાગ્યે ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચનના પ્રશ્નોના જવાબ આપતી જોવા મળશે.

હોટ સીટ પર અન્વિષા અમિતાભ બચ્ચનના કાનમાં ખુસુરપુસૂર કરે છે કે તેની માતા ગણિતની શિક્ષિકા છે પરંતુ તેને આ વિષય પસંદ નથી. અન્વિષા અમિતાભને આ વાત જાહેર ન કરવા કહે છે, પરંતુ બિગ બી આ વાત અન્વિષાની માતાને કહી દે છે. અન્વિષા પણ બદલો લેવાનું નક્કી કરે છે. તે અમિતાભને પણ એક્સપોઝ કરવા માંગે છે. તેણે બિગ બીને પ્રિન્સિપાલ અથવા શિક્ષક દ્વારા પકડી પાડેલી કોઈપણ શરારત વિશે કહેવાનું કહ્યું. અન્વિષા નિર્દોષતાથી કહે છે “તમે મને એક્સપોઝ કરી, હવે હું તમને એક્સપોઝ કરીશ.”

Niraj Patel