કઝાકિસ્તાનની તાનિયાને થયો પંકજથી પ્રેમ, વહુ બનીને આવી ગઇ હિન્દુસ્તાન, આવી છે બંનેની લવ સ્ટોરી

વાહ…બે વર્ષ પછી હિંદુ વિધિથી લગ્ન કર્યા, કઝાકિસ્તાનની દુલ્હન હિન્દી પણ બોલે છે

રાજસ્થાનના સીકરના પિપરાલી રોડ વિસ્તારમાં દેશી દુલ્હા અને વિદેશી દુલ્હનના લગ્ન ચર્ચાનો વિષય બનેલા છે. કઝાકિસ્તાનની દુલ્હન અને સીકરના દુલ્હાના લગ્ન ઘણા ધૂમધામથી સંપન્ન થયા હતા.કઝાકિસ્તાનની યુવતિ સીકરની વહુ બનીને આવી છે. આ કપલની લવ સ્ટોરી ઘણી દિલચસ્પ છે. સીકરના પંકજ સૈની અને કઝાકિસ્તાનની તાનિયાની પહેલી મુલાકાત તુર્કીના એરપોર્ટ પર થઇ હતી. પછી તેમની મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં પરિણમી અને વાત લગ્ન સુધી આવી પહોંચી. કઝાકિસ્તાનની તાનિયા ડોક્ટર છે અને સીકરનો પંકજ માર્કેટિંગ ફિલ્ડથી છે. લગ્ન પહેલા બંનેએ એકબીજાના કલ્ચરને સારી રીતે સમજવાની કોશિશ કરી હતી. પરિવારની રજામંદીથી બંનેએ ગત ગુરુવારના રોજ સાત ફેરા લીધા હતા.

જો કે, હાલ તાનિયાના ઘરવાળાને ભારત આવવા માટે વિઝા મળી શક્યા નથી. આ લગ્ન અનોખા માનવામાં આવે છે કારણ કે આ લગ્નમાં છોકરી બાજુથી કોઇ આવી શક્યુ ન હતુ. આ કારણે તેઓ લગ્નમાં સામેલ થયા નથી. પંકજ અને તાનિયાના લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. યુવતીને હલ્દી લગાવવામાં આવી હતી અને તેના હાથમાં મહેંદી પણ લગાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે પંકજના ભાઈના સસરાએ લગ્નની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. આ લગ્નમાં સંબંધીઓ અને ગામના લોકો જોડાયા હતા.

પંકજનું કહેવું છે કે તે એક રિટેલ કંપનીમાં કામ કરતો હતો. વર્ષ 2019માં તેને કંપનીના કોઈ કામ માટે તુર્કી જવાનું થયું. આ દરમિયાન તેની મુલાકાત એરપોર્ટ પર કઝાકિસ્તાનની રહેવાસી તાનિયા સાથે થઈ હતી. તાનિયાએ મેડિકલનો અભ્યાસ પૂરો કરી લીધો હતો અને તુર્કીની મુલાકાતે આવી હતી.

એરપોર્ટ પર બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. પછી નંબરોની આપ-લે થઈ અને ફોન પર વાતચીત શરૂ થઈ. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. તુર્કી એરપોર્ટ પર મળ્યા બાદ તાનિયા પંકજને તેની સાથે કઝાકિસ્તાનમાં તેના ઘરે લઈ ગઈ હતી. જ્યાં પંકજ તેના પરિવારને મળ્યો હતો. જે બાદ તાનિયાના સંબંધીઓએ લગ્ન માટે સંમતિ આપી હતી. આ પછી પંકજ નવેમ્બર 2019માં તાનિયાને સીકર સ્થિત તેના ઘરે લાવ્યો. જે બાદ બંનેએ 2019માં સગાઈ કરી લીધી હતી. આ પછી બંને જોબ માટે પાછા ફર્યા.

આ પછી બંનેએ 2020માં હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ કોવિડના કારણે તાનિયાને ભારત આવવા માટે વિઝા ન મળ્યા.  આ પછી તાનિયા ગયા વર્ષે ડિસેમ્બરમાં સીકર આવી હતી.જે પછી ગુરુવારે રાત્રે બંનેએ સીકરમાં હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. વિઝા ન મળવાને કારણે તાનિયાના માતા-પિતા અને પરિવારનો એક પણ સભ્ય આ લગ્નમાં આવી શક્યો ન હતો. આવી સ્થિતિમાં વરરાજાના મોટા ભાઈ પંકજના સસરાએ લગ્નનો સમગ્ર ખર્ચ ઉપાડી લીધો હતો.

Shah Jina