ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છોલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ ઘણા દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.
આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. શોમાં એક-એક દિવસ નવુ ટ્વિસ્ટ આવવાનું નક્કી જ છે. આખરે આ જ તો શોની યુએસપી છે.
શોમાં હવે એક એવો મોડ આવવાનો છે જેમાં ના માત્ર વનરાજ અને અનુપમા પરંતુ પૂરા શાહ પરિવારને શોક લાગવાનો છે. હવે તમે વિચારતા હશો કે એવું તો શુ છે કે પૂરા શાહ પરિવારને શોક લાગશે.
કાવ્યા સાથે સાથે અનુપમાની વહુ કિંજલ પણ પ્રેગ્નેટ થવાની છે. પ્રેગ્નેંસીની વાત સામે આવતા જ પરિવારમાં ઘણુ બદલાવાનું છે. આ વચ્ચે શોમાં જોવા મળશે કે અનુપમા-વનરાજના દીકરા પારિતોષ અને કિંજલ તેમનુ પહેલુ બાળક આવવાની ખુશી જાહેર કરશે અને આ સાથે સાથે કાવ્યા અને વનરાજ પણ તેમની પેરેંટિંગ જર્ની વિશે બધાને જણાવશે.
આ જાણ્યા બાદ અમુપમા અને શાહ પરિવારને ઝાટકો લાગવાનો છે. કાવ્યા, વનરાજને ઘણી કોશિશો કરી મનાવી લેશે અને વનરાજ પણ પ્રેગ્નેંસી માટે તૈયાર થઇ જશે. ફિલ્મી સ્ટાઇલમાં શોની કહાની હવે બદલાશે.
વનરાજને કાબૂમાં કરવાની ચાહતને કારણે કાવ્યા ફેક પ્રેગ્નેંસીનો ઢોંગ રચાવશે. વનરાજ તેના પરિવાર અને બાળકો સાથે ભળતો જોતા કાવ્યાને જલન થાય છે અને તેને લાગે છે કે વનરાજને બધા પૈસા અને સમય બંને પર જ લૂટાવવા જોઇએ.
કાવ્યાને લાગે છે કે, જો તે બંનેનું બાાળક થશે તો વનરાજ બધો સમય તેને જ આપશે અને ધીરે ધીરે તેનો શાહ પરિવાર સાથે સંબંધ તૂટી જશે. એવામાં હવે શોની કહાની ઘણી દિલચસ્પ થવાની છે.