યુઝર્સે લખ્યું, “બ્રાની સ્ટ્રીપ અંદર કરીલો આંટી’ ભડકી ઉઠી કવિતા કૌશિક, બોલી નહિ કરું…પછી જે થયું

અભિનેત્રી એ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ, રોડ ઉપર નહાતા પુરુષોની તસવીર શેર કરી અને કહ્યું…

બોલીવુડના સેલેબ્રિટીઓ કોઈને કોઈ રીતે ટ્રોલર્સના નિશાના ઉપર આવી જ જતા હોય છે. હાલમાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મહિલાઓ દ્વારા રિપ્ડ જીન્સ પહેરવાને લઈને એક નિવેદન આપ્યું હતું. જેના ઉપર ઘણો મોટો હોબાળો પણ મચ્યો હતો. ઘણા લોકોએ તેમની આલોચના કરી. હવે આ બાબતે અભિનેત્રી કવિતા કૌશિક પણ આગળ આવી છે અને તેને પુરુષોની ખુલ્લામાં નહાતી તસ્વીર શેર કરી છે.

કવિતાએ પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર એક તસ્વીર શેર કરી છે, જેમાં કેટલાક પુરુષો ખુલ્લામાં નહાતા જોવા મળી રહ્યા છે. સાથે જ કવિતાએ લખ્યું છે, “પ્રિય પુરુષ, અમે તમને કપડાં ઉતારી અને ખુલ્લામાં નહાવા દઈએ છીએ અને તમારા પ્રત્યે આકર્ષિત પણ નથી થતા અને ના તમારી છેડતી કરીએ છીએ. એટલા માટે મહેરબાની કરીને અમને અમારી રિપ્ડ જીન્સ પહેરવા દો અને અમારી બ્રાની સ્ટ્રેપ પણ બહાર દેખાવવા દો જો તે એવું ઈચ્છે છે તો. ફોટો જનહિતમાં જારી.”

કવિતા કૌશિકની આ ટ્વીટ જોતાની સાથે જ વાયરલ થઇ ગઈ. ઘણા યુઝર્સ દ્વારા કવિતાને જ ટ્રોલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું. એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું, “બ્રાની સ્ટ્રીપ અંદર કરી લો આંટી.”

પરંતુ બેબાક અંદાજ માટે જાણીતી કવિતા કૌશિક પણ ક્યાં ચૂપ બેસવાની હતી. તેને પણ યુઝર્સને એવો જવાબ આપ્યો કે તેની પણ બોલતી બંધ જ થઇ ગઈ. કવિતાએ લખ્યું કે, “નહિ કરું કાકા, તમારી મમ્મી પણ બ્રા પહેરે છે અને સ્ટ્રિપ દેખાવવા ઉપર બુદ્ધિ એ લોકોની જ સ્ટ્રીપ કરે છે જે જાહિલ હોય છે.”

કવિતા કૌશિક હંમેશા પોતાના બોલ્ડ અને બિન્દાસ અંદાજ માટે ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા જ તેને આ કારણના લીધે જ કેટલાક યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયામાં ગાળો પણ આપી હતી. કવિતાએ ત્યારે આ ગાળોના સ્ક્રીનશોટ પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર શેર કરીને ચાહકોને તેમને એક્સપોઝ કરવાની વાત જણાવી હતી.

કવિતા “બિગ બોસ 14″માં પણ પોતાના બેધડક અંદાજ માટે જાણવામાં આવતી હતી. તે સોશિયલ મીડિયામાં પણ દરેક મુદ્દા ઉપર બેબાક પોતાની વાત સામે રાખે છે. એટલું જ નહીં તે ટ્રોલર્સને પણ જડબાતોડ જવાબ આપે છે.

Niraj Patel