20 વર્ષિય પરણિતાની માતાનું દર્દ- જેને અમે 20 વર્ષ સુધી રાખી તેમણે 15 મહીનામાં જ તેને જીવતી જ..

ગુજરાત સહિત દેશભરમાંથી અનેકવાર દહેજના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેના કારણે કેટલીક મહિલાઓ માનસિક ત્રાસથી આપઘાત કરી લે છો કોઇકની હત્યા કરવામાં આવે છે. હાલ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 20 વર્ષિય યુવતિના લગ્ન 15 મહિના પહેલા ધૂમધામથી થયા હતા અને સાસરિયા દ્વારા તેને જીવતી બાળવામાં આવી. આ ઘટના બાદ તે યુવતિની સારવાર ચાલુ હતી પરંતુ તેણે સારવાર દરમિયાન જ દમ તોડી દીધો. પરંતુ તેણે મર્યા પહેલા આરોપીઓના નામ જણાવ્યા હતા. હાલ તેના પતિ સહિત સાત લોકો પર હત્યાનો આરોપ છે.

કટિહારના અમદાબાદમાં જીવતી સળગાવી દેવાયેલી 20 વર્ષની રેશમી ખાતૂનનું શનિવારે રાત્રે યાતના સહન કર્યા બાદ મોત થયું હતું. તેના પતિ સહિત સાસરિયાંના સાત લોકો પર હત્યાનો આરોપ છે. રેશમીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા કહ્યું કે, ‘દીકરીને માત્ર એક ફ્રીઝ અને અપાચે બાઇક માટે રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી અને કેરોસીન રેડીને જીવતી સળગાવી દેવામાં આવી હતી.’ આ હત્યામાં રેશમીના પતિ શેખ અહેમદનું પણ નામ છે.

હાલ તમામ સાસરિયાઓ ફરાર છે અને પોલીસ તેમની શોધ કરી રહી છે.મૃતકની માતા અનુસાર, અમે અમારી 20 વર્ષની દીકરી રેશ્મી ખાતૂનના ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. અમે તેને ખૂબ પ્રેમથી ઉછેરી હતી. રેશમીના લગ્ન લગભગ 15 મહિના પહેલા વર્ષ 2020માં ગોવિંદપુર ગામના શેખ અહેમદ સાથે થયા હતા. અમે અમારા સ્ટેટસ પ્રમાણે બધું જ આપ્યું હતું, પરંતુ લગ્નના થોડા દિવસો પછી રેશમીના સાસરિયાઓએ તેના પાસેથી ફ્રીઝ અને અપાચે બાઇકની માંગણી શરૂ કરી. આ બાબતે તેઓએ રેશ્મીને માર મારવાનું પણ શરૂ કર્યું હતું.

દીકરી સાથે મારપીટ કર્યા બાદ તેમણે ગામમાં પંચાયતી પણ કરાવી હતી, પરંતુ સાસરિયાં માન્યા ન હતા. શનિવારે દિવસ દરમિયાન તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે 1:00 વાગ્યા આસપાસ રૂમને તાળુ મારી શરીર પર કેરોસીન નાખી આગ ચાંપી દીધી હતી. આ માહિતી તે લોકોને આજુબાજુના લોકો પાસેથી મળી હતી અને તે બાદ તેઓ દીકરીના સાસરે પહોંચ્યા અને તેને ઉતાવળમાં અમદાબાદ પીએચસીમાં લઈ આવ્યા. ત્યાં પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને સદર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.પરંતુ સારવાર દરમિયાન રેશમીનું રાત્રે 11 વાગ્યાની આસપાસ મોત થયું હતું.

તેને 4 માસનો પુત્ર છે. હવે તેનું શું થશે તેની ચિંતા રેશમીના પરિવારને સતાવી રહી છે…. રેશ્મીની કાકીએ કહ્યું, ‘શેખ અમજદે ગામની બાજુમાં એક મહિલા સાથે ગેરકાયદેસર લગ્ન પણ કર્યા હતા. જ્યારે અમને તેની જાણ થઈ ત્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.મોતના લગભગ ત્રણેક કલાક પહેલા, રેશ્મીએ પોતાની આપવીતી જણાવી હતી, જેમાં તેણે તે લોકોના નામ લીધા હતા જેણે તેની સાથે આ કૃત્ય કર્યું હતું. મોત બાદ રવિવારે બપોરે જ્યારે રેશ્મીનો મૃતદેહ બૈરિયા પહોંચ્યો ત્યારે ગામમાં હોબાળો મચી ગયો હતો. પરિવાર સહિત આસપાસના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

Shah Jina