આ કારણ થી કંટાળી ગઈ 6 વર્ષની આ બાળકી અને પીએમ મોદી પાસે વીડિયો શેર કરીને માંગી મદદ, જુઓ ક્યૂટ વીડિયો

કોરોના વાયરસના કારણે ગયા વર્ષથી સ્કૂલો બંધ છે અને બાળકો ઓનલાઇન માધ્યમ દ્વારા જ પોતાનું શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. આ વર્ષે પણ કોરોનાની બીજી લહેરના કારણે શૈક્ષણિક કાર્ય બંધ કરવું પડ્યું અને ઓનલાઇન જ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની ફરજ પડી. ત્યારે આ ઓનલાઇન શિક્ષણથી એવક 6 વર્ષની બાળકીએ કંટાળીને પીએમ મોદી પાસે મદદ માંગી છે જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પીએમ મોદી પાસે મદદ માંગનાર આ નાની બાળકી છે કાશ્મીરની. તે વીડિયોમાં જણાવી રહી છે કે નાના બાળકોને એટલું બધું કામ ના આપવામાં આવે. મોટા બાળકોને વધારે કામ આપવામાં આવે. પોતાના મીઠા મધુર અવાજમાં બાળકીએ આ વીડિયો બનાવ્યો છે. આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોની અંદર બાળકી જણાવી રહી છે કે તેને કેટલો અભ્યાસ કરવો પડી રહ્યો છે. તે જણાવે છે કે સવારે ઉઠું છું, પહેલા મેથ્સ કલર્સ, પછી અંગ્રેજી, ઉર્દુ, ઇવીસી, કમ્યુટર કેટલા ક્લાસ ભરવા પડે છે. તમે મોટા બાળકોને વધારે કામ કેમ નથી આપતા…7-8 ક્લાસના બાળકોને વધારે હોમવર્ક કેમ નથી આપતા… નાના બાળકોને જએટલું કામ કેમ આપો છો ?

પત્રકાર ઔરંગજેબ દ્વારા આ વીડિયોને ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે તેમને લખ્યું છે “ઓનલાઇન ક્લાસમાં કેટલાય કલાક સુધી અભ્યાસ અને સ્કૂલના બહુ જ વધારે કામ સંબંધમાં છ વર્ષની કાશ્મીરી બાળકીએ પીએમ મોદીને ફરિયાદ કરી છે.” જુઓ તમે પણ આ બાળકીનો ક્યૂટ વીડિયો..

Niraj Patel