ફિલ્મફેર એવોર્ડ 2024માં કાર્તિક આર્યનની એન્ટ્રીમાં થયું એક્સીડંટ, માંડ-માંડ બચ્યો એક્ટરનો જીવ- જુઓ વીડિયો

ગુજરાતના ગાંધીનગરમાં 69મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. 2 દિવસ સુધી ચાલેલા આ એવોર્ડ ફંક્શનમાં વિવિધ કેટેગરીમાં વિનર્સની લિસ્ટની જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ રણબીર કપૂરને એનિમલ માટે તો આલિયા ભટ્ટને રોકી ઔર રાની કી પ્રેમ કહાની માટે આપવામાં આવ્યો હતો.

જ્યારે 12th ફેલને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. વિધુ વિનોદ ચોપરાને 12th ફેલ માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય જોરમને બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ કેટેગરીમાં પસંદ કરવામાં આવી હતી. વિક્રાંત મેસીને 12t ફેલ માટે બેસ્ટ એક્ટર ક્રિટિક્સ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

જ્યારે રાની મુખર્જીને મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે અને શેફાલી શાહને થ્રી ઓફ અસ માટે સંયુક્ત રીતે બેસ્ટ એક્ટ્રેસ ક્રિટીક્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો. શબાના આઝમીને રોકી ઔર રાની કી પ્રેમ કહાની માટે બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ (ફીમેલ)ની ભૂમિકામાં એવોર્ડ મળ્યો. જ્યારે વિકી કૌશલને ડંકી માટે મેલ કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મફેર એવોર્ડમાં હોસ્ટ કરણ જોહરે તેના કો-હોસ્ટ મનીષ પોલ સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી. આ ભવ્ય બોલિવૂડ ઈવેન્ટમાં વરુણ ધવન, જાહ્નવી કપૂર અને કરીના કપૂર ખાનથી લઇને અનેક હસ્તીઓ સામેલ થઇ હતી.

તૃપ્તિ ડિમરી પણ ફિલ્મફેર ડાન્સ ડેબ્યૂ કરતી જોવા મળી હતી. તાજેતરમાં જ ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ.
બોલિવૂડનો લકી ચાર્મ અને હેન્ડસમ હંક કાર્તિક આર્યન ટેલેન્ટેડ એક્ટરમાંનો એક છે. આ દિવસોમાં એક્ટર તેના આગામી પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’ બાદ હવે તે ‘આશિકી 3’માં જોવા મળશે.

જો કે, આ ફિલ્મની લીડ એક્ટ્રેસની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન કાર્તિક ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયેલ ફિલ્મફેર એવોર્ડ્સ 2024માં સામેલ થયો હતો. જો કે, આ સમયે તે અકસ્માતનો ભોગ બનતા માંડ માંડ બચ્યો.

કાર્તિક આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે અભિનેતા ફેન્સને મળવા જાય છે. આ દરમિયાન પોતાના ફેવરેટ એક્ટરને મળવા ચાહકોમાં ભાગદોડ મચી ગઈ. અભિનેતા સાથે હાથ મિલાવવા માટે ચાહકોએ બેરિકેડ તોડી નાખ્યા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કાર્તિક આર્યન ફેન્સ સાથે હાથ મિલાવવા પહોંચ્યો કે તરત જ તેઓએ બેરિકેડ તોડી નાખ્યા. આ દરમિયાન અભિનેતાનો જીવ માંડ માંડ બચ્યો હતો.

જો કે, એકદમથી ચાહકો સિક્યોરિટીનું બેરિકેડ તોડી કાર્તિક આર્યન સાથે હાથ મિલાવા અને ફોટો લેવા માટે ભાગદોડ મચાવી દે છે. પણ સારી વાત એ હતી કે આ ઘટનામાં અભિનેતાને કોઇ ઈજા થઈ નથી. આ વીડિયો સામે આવ્યા બાદ કાર્તિક આર્યનના લાખો ચાહકો ચિંતિત થઈ ગયા. એક યુઝરે લખ્યું, ‘આ એક ગંભીર સુરક્ષા ખામી છે જેના કારણે આ ઘટના બની.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તે હાથ મિલાવવા ગયો અને બેરિકેડ જ તૂટી ગયા.’

બીજા એકે લખ્યું, ‘કાર્તિક આર્યન ભવિષ્યનો સુપરસ્ટાર છે, આ ચાહકોનો તેના માટે પ્રેમ છે.’ કાર્તિક આર્યનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે સત્યપ્રેમ કી કથા ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી હતી. હવે ટૂંક સમયમાં જ અભિનેતા આશિકી 3માં જોવા મળશે. હાલ તો આ દિવસોમાં કાર્તિક ‘ચંદુ ચેમ્પિયન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં એક્ટર ભારતીય સેનાના જવાનની ભૂમિકામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina