ઇકોનોમી ક્લાસમાં સફર કરતો જોવા મળ્યો કાર્તિક આર્યન, ચાહકોએ કર્યુ સ્વાગત, કહ્યુ- આ છે અસલી હીરો

કાર્તિક આર્યને ફરી જીત્યુ ચાહકોનું દિલ, ઇકોનોમિ ક્લાસમાં કરી યાત્રા, થયુ ભવ્ય સ્વાગત

આ દિવસોમાં એક્ટર કાર્તિક આર્યનનો દબદબો દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. કાર્તિક આર્યન જ્યાં પણ જાય છે, ત્યાં ચાહકોની ભારે ભીડ તેને મળવા માટે ઉમટી પડે છે. તાજેતરમાં, જ્યારે મુંબઈ એરપોર્ટ પર એક યુવા ચાહક કાર્તિક આર્યન માટે રડવા લાગ્યો, ત્યારે અભિનેતા તેની પાસે દોડીને ગયો. કાર્તિક આર્યનના આ હાવભાવે લોકોના દિલ જીતી લીધા હતા. પરંતુ હવે કાર્તિક આર્યન જે કરી રહ્યો છે તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. કાર્તિક આર્યન તાજેતરમાં જોધપુરથી મુંબઈની ઈકોનોમી ક્લાસ ફ્લાઈટમાં ગયો હતો.

ફ્લાઇટમાં સવાર મુસાફરોને આ સમાચાર મળ્યા કે કાર્તિક આર્યન ફ્લાઇટમાં તેની સાથે મુસાફરી કરી રહ્યો છે, તો તેઓની ખુશીનો કોઈ પાર ન રહ્યો. ફ્લાઇટમાં મુસાફરોએ કાર્તિક આર્યનનું જોરદાર સ્વાગત કર્યું હતું. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કાર્તિક આર્યને પણ કોઈને નિરાશ કર્યા નહિ. તે સૌને ઉષ્માપૂર્વક મળ્યો. તેણે ચાહકો સાથે જોરદાર પોઝ પણ આપ્યા અને લોકોએ તેની પ્રશંસા પણ કરી. આ દરમિયાન લોકોએ કાર્તિક આર્યનનો વીડિયો પણ બનાવ્યો.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાર્તિક આર્યન ફ્લાઇટમાં શાંતિથી બેઠો છે. ત્યારે જ કોઈકને ખબર પડે છે કે કાર્તિક આર્યન ફ્લાઈટમાં છે. પછી બધા પાછળ જુએ છે અને કાર્તિક આર્યનને જોઈને ખુશ થાય છે. લોકો કાર્તિક આર્યનના ફોટા લેવા લાગે છે. એક્ટર પણ પોતાની સીટ પરથી ઉભો થઈને તેમની સાથે હાથ મિલાવે છે અને બધાને મળે છે. ફ્લાઈટમાં બેઠેલા લોકો કાર્તિક આર્યનની આ સ્ટાઇલના વખાણ કરે છે. ‘ભૂલ ભૂલૈયા 2’ પછી કાર્તિક આર્યન બાળકોથી લઈને વડીલો સુધીનો ફેવરિટ એક્ટર બની ગયો છે.

ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ના પ્રમોશન દરમિયાન કાર્તિક આર્યન ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતો પણ જોવા મળ્યો હતો. વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ કાર્તિકને ડાઉન ટુ અર્થ કહી રહ્યા છે, તો કોઈ તેને અસલી હીરો કહી રહ્યું છે. એક યુઝરે લખ્યું કે, ‘સુપરસ્ટાર કાર્તિક આર્યનને બિગ હગ.’ એકે લખ્યું, ‘ખૂબ જ નમ્ર અને ડાઉન ટુ અર્થ.’ એક યુઝરે લખ્યું કે, ‘ડિઝર્વ ઇટ ભાઈ.’ એક યુઝરે લખ્યું કે, ‘આ જ અસલી હીરો છે, નેપોટિઝમ દ્વારા અપાયેલ ગિફ્ટ નથી.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કાર્તિકની છેલ્લી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ આ વર્ષની સૌથી હિટ ફિલ્મ છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી અને તબ્બુ બંને મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. કાર્તિકની આગામી ફિલ્મ શહેઝાદા છે. તેમાં તેની સાથે કીર્તિ સેનન છે. આ સિવાય પરેશ રાવલ, રોનિત રોય અને મનીષા કોઈરાલા પણ મુખ્ય ભૂમિકામાં છે. કાર્તિકની અન્ય આગામી ફિલ્મો ‘સત્યપ્રેમ કી કથા’ અને ‘ફ્રેડી’ છે.

Shah Jina