જેના માટે પોતાનો હિંદુ ધર્મ છોડ્યો એ યુવતી ઉપર જ પતિ મોહમ્મદ એજાઝએ કુલ્હાડીથી કર્યા 23 ઘા, હૃદય કંપાવી દેનારો વીડિયો

પ્રેમજાળમાં ફસાતા ચેતી જજો, અપૂર્વા બોલી.‘હિંદુ સાથે જ લગ્ન કરો, નહીં તો મારા જેવા હાલ થશે…’ જાણો સમગ્ર મામલો

દેશભરમાં લવ જેહાદના ઘણા બધા મામલાઓ સતત સામે આવી રહ્યા છે, જેમાં યુવક દ્વારા હિન્દૂ યુવતીઓને બહેલાવી ફોસલાવીને તેમની સાથે લગ્ન કરવામાં આવે છે અને લગ્ન બાદ તેમનો ધર્મ બદલાવી તેમની ઉપર ત્રાસ પણ ગુજારવામાં આવે છે, ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેને ચકચારી મચાવી દીધી છે.

આ મામલો સામે આવ્યો છે કર્ણાટકના ગદગ જિલ્લામાંથી.અહીં મોહમ્મદ એજાઝ નામના વ્યક્તિ પર તેની પત્નીની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ છે. પીડિતાનું નામ અપૂર્વા પુરાણિક છે જેણે એજાઝ સાથે લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કર્યું હતું. તેના ધર્મ પરિવર્તન બાદ તેનું નામ બદલીને અરફા બાનુ રાખવામાં આવ્યું હતું.

અપૂર્વા ઉપર હુમલો કરવા માટે કુહાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાંથી 23 પ્રહારો કરવામાં આવ્યા છે. અપૂર્વાને જીઆઈએમએસ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગડગમાં સારવાર આપવામાં આવી રહી છે જ્યાં તેની હાલત ગંભીર છે. આ ઘટના 10 માર્ચ ગુરુવારની જણાવવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્નના થોડા દિવસો બાદ અપૂર્વા અને એજાઝ વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયો હતો. એજાઝ અપૂર્વા પર સતત નોન-વેજ ફૂડ રાંધવા, બુરખો પહેરવા અને અન્ય ઇસ્લામિક પ્રથાઓ અપનાવવા દબાણ કરતો હતો. અપૂર્વા આમ કરવાની ના પાડતી હતી ત્યારે સ્થિતિ વણસી અને તે એજાઝથી અલગ રહેવા લાગી. આખરે તેણે એજાઝને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો હતો. સતત ત્રાસના કારણે પીડિતા 4 મહિના પહેલા તેના માતા-પિતા સાથે રહેવા ગઈ હતી. ત્યાંથી તેણે કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો.

કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાના દિવસે અપૂર્વા બાઇક ચલાવતા શીખી રહી હતી. ત્યારે અચાનક એજાઝ ત્યાં આવ્યો. તેના હાથમાં કુહાડી હતી જેનાથી તેણે અપૂર્વાને માથા, ખભા અને ચહેરા પર ઘા માર્યા હતા અને પછી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ અધિક્ષક શિવપ્રકાશ દેવરાજુએ આરોપીની વહેલી ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 11 માર્ચ શુક્રવારે સવારે 3 વાગ્યે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પીડિતા અભ્યાસમાં સ્નાતક છે. બંનેની મુલાકાત વર્ષ 2018માં થઈ હતી. અપૂર્વાની ઉંમર 26ની આસપાસ છે અને મોહમ્મદ એજાઝની ઉંમર લગભગ 30 વર્ષની છે. આરોપી એજાઝ ઓટો ચલાવે છે. આ ઉપરાંત તે પહેલાથી જ પરિણીત છે અને તેના ત્રણ બાળકો છે. એક રિપોર્ટ અનુસાર તેણે આ વાત અપૂર્વાથી છુપાવી હતી. આ વાત તેને લગ્નના ઘણા સમય બાદ ખબર પડી હતી. એવો પણ આરોપ છે કે તેની નજર અપૂર્વાની સંપત્તિ પર હતી કારણ કે તે તેના માતાપિતાની એકમાત્ર પુત્રી હતી. મજબૂરીમાં અપૂર્વાના પરિવારજનો પણ આ લગ્ન માટે રાજી થઈ ગયા હતા.

Niraj Patel