બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ સંજય કપૂર નું 12 જૂનના રોજ લંડનમાં પોલો રમતી વખતે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. 22 જૂનના રોજ દિલ્હી સ્થિત તાજ પેલેસ હોટલમાં તેની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રસંગે કરિશ્મા પોતાના બાળકો સાથે હાજર રહી. સાથે તેની બહેન કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ હાજર રહ્યા હતા.
પ્રાથના સભાના અનેક વીડીયો અને ફોટો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે સંજય કપૂરનો એક મોટો ફોટો લાગેલો છે. લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. આ દુ:ખદ પ્રસંગે તેની પૂર્વ પત્ની કરિશ્મા કપૂર, બંને બાળકો અને સૈફ-કરીના પણ હાજર રહ્યા હતા. કરીનાની આખો પણ નમ જોવા મળી રહી છે. તેમનો પૂરો પરિવાર એક સાથે જોવા મળી રહ્યો છે.
સંજય કપૂરની કંપની સોના કોમસ્ટારે પ્રાર્થના સભા વિશે માહિતી આપતી એક નોંધ પ્રકાશિત કરી હતી. પ્રાર્થના સભાની નોંધના અંતે, સંજય કપૂરના માતા-પિતા, પત્ની પ્રિયા તેમજ તેમના ચાર બાળકો કિયાન, સમાયરા, સફિરા અને અઝારિયસના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે વર્ષ 2003માં કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી આ દંપતીને બે બાળકો પુત્રી સમાયરા અને પુત્ર કિયાન હતા. વર્ષ 2016માં સંજય અને કરિશ્માએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. કરિશ્માને બાળકોની કસ્ટડી મળી હતી, જોકે, છૂટાછેડા છતાં કરિશ્મા ઘણી વખત સંજય સાથે જોવામાં મળતી હતી. ત્યારબાદ સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા. પ્રિયાના આ બીજા લગ્ન હતા. તેમના પહેલા લગ્નથી તેમને એક પુત્રી સફિરા છે, જેને સંજય કપૂરે તેમની સાથે ઉછેરી હતી. આ ઉપરાંત સંજય અને પ્રિયાને એક પુત્ર અઝારિયસ પણ છે. સંજયે પહેલા લગ્ન નંદિતા મહતાની સાથે કર્યા હતા, જોકે આ લગ્નથી તેમને કોઈ સંતાન નથી.
View this post on Instagram