ગુજરાતી અભિનેત્રીએ બ્લૂ બિકિનીમાં લગાવ્યો હોટનેસનો તડકો, લગ્ન પછી પણ આટલી હોટ દેખાઈ રહી છે
ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે થોડા સમય પહેલા જ તેના બિઝનેસમેન બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા. તે હાલમાં તેની મેરિડ લાઇફ એન્જોય કરી રહી છે. અદાકારા પતિ સાથે વેકેશન પર છે, જ્યાંથી તેણે રોમેન્ટિક તસવીરો શેર કરી છે. આ ઉપરાંત તેણે એક વીડિયો પણ શેર કર્યો છે. તસવીરોમાં કરિશ્મા નો મેકઅપ લુક અને બ્લૂ બિકીમાં જોવા મળી રહી છે. ત્યાં જ વરુણ શર્ટ વગર જોવા મળી રહ્યો છે.
બંને પુલમાં રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહ્યા છે. બંને એકસાથે ઘણા ખુશ પણ લાગી રહ્યા છે. ત્યાં વીડિયોની વાત કરીએ તો, કરિશ્મા અને વરુણ બંને કારમાં જોવા મળે છે અને કરિશ્મા વરુણને કિસ પણ કરે છે. ત્યાં બીજી જ ક્ષણે કપલ પુલમાં જોવા મળે છે. બંનેની કેમેસ્ટ્રીને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે. ચાહકો આ તસવીરો અને વીડિયો પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, 5 ફેબ્રુઆરીના રોજ કરિશ્મા તન્નાએ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા.
View this post on Instagram
બંનેના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ પણ થયા હતા. ત્યાં કપલના લગ્નને 4 મહિના પૂર્ણ થયા છે.કરિશ્મા તન્ના ટીવીની દુનિયા સાથે સંબંધ ધરાવે છે પરંતુ વરુણ બંગેરા આ ઈન્ડસ્ટ્રીથી ઘણા દૂર રહે છે. વરુણ બંગેરા મુંબઈનો રહેવાસી છે અને તે એક બિઝનેસમેન છે. વરુણ વીબી ક્રોપ નામની કંપનીનો ડાયરેક્ટર છે. તે વર્ષ 2010થી આ પદ સંભાળી રહ્યા છે. વરુણ બંગેરા અલબત્ત મુંબઈનો છે પરંતુ તેણે કેનેડાની ઓટ્ટાવા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
View this post on Instagram
તેણે ઇન્ટરનેશનલ બિઝનેસમાં ગ્રેજ્યુએશન કર્યું છે. વરુણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખાનગી છે. વરુણ ફેસબુક પર પણ બહુ એક્ટિવ નથી.કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. મિત્રની એક પાર્ટીમાં બંનેની મુલાકાત થઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. બંનેએ લગભગ દોઢ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.
View this post on Instagram
આ પછી બંનેએ પોતાના સંબંધોને એક ડગલું આગળ લઈ જવાનો નિર્ણય કર્યો. કરિશ્મા અને વરુણે ગયા વર્ષે દુબઈમાં સગાઈ કરી હતી. જે બાદ 5 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા.નાના પડદા પર કરિશ્માએ “નાગિન 3” “કયામત કી રાત” “ક્યોંકિ સાસ ભી કભી બહુ થી” “નાગાર્જુન એક યોદ્ધા”માં જોવા મળી છે. કરિશ્મા રિયાલીટી શોને પણ ભાગ રહી ચૂકી છે. તે વર્ષ 2014માં “બિગબોસ” વર્ષ 2008માં “ઝરા નચ કે દિખા” વર્ષ 2015માં “નચ બલિયે” અને વર્ષ 2016માં “ઝલક દિખલા જા”નો ભાગ રહી હતી.
View this post on Instagram
કરિશ્મા તન્નાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ એમએક્સ પ્લેયરની વેબ સિરીઝ ‘બુલેટ્સ’માં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સિરીઝમાં તે સની લિયોની સાથે જોવા મળી હતી. આ સિવાય કરિશ્માએ મનોજ બાજપેયી સાથે ફિલ્મ ‘સૂરજ પે મંગલ ભારી’ના આઈટમ સોંગ પર પણ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતુ. તેણે અગાઉ અભિનેતા ઋત્વિક ભૌમિક સાથે ‘કત્રા’ નામના મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે.