કરીના કપૂરની બહેનના હનીમૂન પર પતિએ મિત્રો સાથે બિસ્તર પર…..વાંચીને રુવાડા ઉભા થઇ જશે
કપૂર ખાનદાનની મોટી દીકરી કરિશ્મા કપૂર આગળના ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. જો કે કરિશ્માએ પોતાની સફરમાં એકથી એક શાનદાર ફિલ્મો કરી હતી અને એક સફળ અભિનેત્રી તરીકે પોતાને સ્થાપિત કરી દીધી. કરિશ્માની કારકિર્દી તો ખુબ સફળ રહી પણ તેનું વિવાહિત જીવન સંઘર્ષો ભર્યું રહ્યું હતું. આજે કરિશ્મા એકલી જ પોતાના બંન્ને બાળકોની સંભાળ લઇ રહી છે.
એક સમયે કરિશ્માનું નામ અભિષેક બચ્ચન સાથે પણ જોડાયુ હતું. કરીના સેટ પર અભિષેકને જીજાજી કહીને પણ બોલાવવા લાગી હતી, જાણવા તો એવું પણ મળ્યું હતું કે બંનેની સગાઈ પણ થઇ ગઈ હતી. પણ અચાનક જ કરિશ્માએ લગ્ન માટે ના કહી દીધી હતી. તે સમયે કરિશ્મા ખુબ મોટી સ્ટાર હતી જ્યારે અભિષેકના સ્ટ્રગલના દિવસો ચાલી રહ્યા હતા અને તેની ફિલ્મો ફ્લોપ થતી હતી.
એવામાં કરિશ્માની માં બબીતા ઇચ્છતી ન હતી કે તેના લગ્ન સ્ટ્રગલર સાથે થાય. અભિષેકથી અલગ થયા પછી કરિશ્માએ વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેના બે બાળકો પણ છે. પણ વર્ષ 2016માં બંનેએ છૂટાછેડા લઇ લીધા. અલગ થયા પછી કરિશ્માંએ પોતાના સાસરા વાળા પર તેને ટોર્ચર કરવાનો અને પરેશાન રવાનો, દહેજ માટે હેરાન કરવાનો વગેરે જેવા આરોપો પણ લગાવ્યા હતા.
કરિશ્માએ કહ્યું હતું કે,તેના પતિ ખુબ મારપીટ કરતા હતા અને સંજયે એટલા માટે જ લગ્ન કર્યા કેમ કે હું એક સફળ અભિનેત્રી હતી. તેણે મને ક્યારેય પ્રેમ નથી કર્યો”. કરિશ્માએ એવું પણ કહ્યું કે જ્યારે હું લગ્ન પછી હનીમૂન પર ગઈ ત્યારે સંજયે મિત્રો સાથે મારી બોલી પણ લગાવી હતી. આ સિવાય સંજયે મને પોતાના એક frndz સાથે રાત વિતાવવા માટે મજબુર પણ કરી હતી”.
ગર્ભવતીના સમયે સંજયે કરિશ્માને એક ડ્રેસ પહેરવા માટે કહ્યું હતું જેમાં તે કમ્ફોર્ટ ન હતી માટે તેણે ડ્રેસ પહેરવાની ના કહી હતી. જેના પછી સંજયે પોતાની માં ને કરિશ્માને થપ્પડ મારવાનું પણ કહ્યું હતું.
છૂટાછેડા પછી સંજયનું પણ નિવેદન સામે આવ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે કરિશ્માએ મારી સાથે માત્ર પૈસા માટે જ લગ્ન કર્યા હતા. આ સિવાય એવા પણ આરોપ લગાવ્યા હતા કે તે એક સારી પત્ની, વહુ અને માં બનવામાં નાકામ રહી છે.
જણાવી દઈએ કે સંજયના કરિશ્મા સાથે બીજા લગ્ન હતા, તેની પહેલા તેણે ડિઝાઈનર નંદિતા મહતાની સાથે લગ્ન કર્યા હતા. કરિશ્માનું એવું પણ કહેવું હતું કે લગ્ન પછી પણ સંજય પહેલી પત્ની સાથે રિલેશનશિપમાં હતા.
જ્યાં એક તરફ સંજય કપૂરે વર્ષ 2017 માં પ્રિયા સચદેવ સાથે ત્રીજા લગ્ન કરી લીધા હતા જે વિક્રમ ચટવાલની પૂર્વ પત્ની છે, અને તેણે નીલ એન્ડ નિકી ફિલ્મમાં નાનો એવો રોલ પણ ભજવ્યો હતો. જ્યા બીજી તરફ આજે પણ કરિશ્માએ કોઈની સાથે લગ્ન નથી કર્યા અને એકલી જ પોતાના બંને બાળકોની સંભાળ લઈ રહી છે.