બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં તેના પતિ અને બંને બાળકો સાથે વેકેશન મનાવી રહી છે.અભિનેત્રી સતત વેકેશનની ખૂબસુરત ઝલકો પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. હાલમાં જ તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે જેહ સાથે અને સૈફ તૈમુર સાથે જોવા મળી રહ્યો છે. કરીનાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર તસવીરોની એક સીરીઝ શેર કરી, જેમાં તે અર્નો નદીના કિનારે પોઝ આપતી જોવા મળી. લુકની વાત કરીએ તો તે પિંક ડ્રેસમાં જોવા મળી હતી.
કરીનાએ આ લુક સાથે સનગ્લાસ પણ કેરી કર્યા હતા અને સ્લિંગ બેગ પણ કેરી કર્યુ હતુ. એક તસવીરમાં તેનો નાનો દીકરો જેહ પણ બિંદાસ જોવા મળ્યો હતો. ત્યાં એક બીજી તસવીરમાં કરીના જેહને ખોળામાં ઉઠાવતી પણ જોવા મળી હતી. આ તસવીરોને કરીનાએ કેપ્શન સાથે પોસ્ટ કરી હતી. જેમાં પહેલી તસવીરમાં Life, બીજી તસવીરમાં Is, ત્રીજી તસવીરમાં Beautiful અને ચોથી તસવીરમાં At Ponte Vecchio લખ્યુ હતુ.
આ ઉપરાંત પણ કરીનાએ એક તસવીર શેર કરી હતી, જેમાં પતિ સૈફ સાથે તેનો મોટો દીકરો તૈમુર જોવા મળ્યો હતો. જે એક પુલમાં મસ્તી કરી રહ્યા હતા. આ તસવીર પર કરીનાએ Meanwhile લખ્યુ હતુ. સૈફ અને તૈમુર એક ગુલાબી બતકવાળી ટયૂબ પર સવારી કરતા જોવા મળ્યા હતા. આ પહેલા 17 જુલાઇના રોજ કરીનાએ તેના મોટા દીકરા તૈમુર સાથે આઇસ્ક્રીમનો આનંદ લેતા કેટલીક તસવીરો શેર કરી હતી.
જેમાં માં-દીકરાની જોડી મસ્તી કરતી જોવા મળી હતી. આ દરમિયાન બેબો યલો કો-ઓર્ડ સેટમાં અને તૈમુર સફેદ ટી શર્ટ સાથે પ્રિંટેડ શોર્ટ્સમાં જોવા મળ્યો હતો. કરીનાના કેપ્શન પરથી એ સ્પષ્ટ છે કે સૈફ અને કરીના આ દિવસોમાં પોન્ટે વેકિયો જેવા ખૂબસુરત ટુરિસ્ટ પ્લેસ પર પોતાનું વેકેશન વિતાવી રહ્યા છે.તૈમુર ખૂબ જ ક્યુટ છે અને જન્મ બાદથી જ તે ઇન્ટરનેટ સેંસેશન બની ગયો હતો.
તેના એરપોર્ટ લુકથી લઇને પ્લે સેશન સુધી, એવું કંઇ નથી જેના વિશે જુનિયર ખાને વાત ન કરી હતી. બેબો અને સૈફે 20 ડિસેમ્બર 2016ના રોજ તેમના પહેલા બાળકના રૂપમાં તૈમુરનું સ્વાગત કર્યુ હતુ. તે બાદ 21 ફેબ્રુઆરી 2021ના રોજ કરીનાએ તેના બીજા બાળક જહાંગીર અલી ખાન એટલે કે જેહને જન્મ આપ્યો હતો. જણાવી દઇએ કે, કરીના કામની સાથે સાથે પોતાના પરિવાર માટે પણ સમય નીકાળી લે છે. કામમાંથી બ્રેક મળતા જ તે પૂરો સમય તૈમુર અને જેહને આપે છે.