સારાને સોતેલી માં કરીના કપૂર સાથે કેવો સંબંધ છે? કરીનાએ સારાને લઇને કહી આ વાત

બોલિવુડ અભિનેત્રી કરીનાના અભિનય અને તેની ખૂબસુરતીના લાખો લોકો દીવાના છે. કરીના જલ્દી જ તેના બીજા બાળકને જન્મ આપવાની છે. સૈફ ચોથી વાર પિતા બનવા જઇ રહ્યા છે.

Image source

સૈફ અલી ખાન અને તેમની પહેલી પત્ની અમૃતા સિંહના બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે. તેમજ સૈફ અને કરીનાને એક બાળક તૈમુર છે અને હવે જલ્દી જ કરીના તેના બીજા બાળકને જન્મ આપવાની છે.

Image source

આ દિવસોમાં સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલિવુડમાં સારું નામ કમાવી રહી છે. તે અવાર-નવાર ચર્ચાામાં પણ રહેતી હોય છે. સારાની ફેન ફોલોઇંગ પણ ખૂબ સારી છે.

Image source

તમને જણાવી દઇએ કે, સૈફ અને કરીનાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. કરીનાના આ પહેલા લગ્ન હતા પરંતુ સૈફ આ પહેલા બોલિવુડ અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કરી ચૂક્યા છે. જો કે, લગ્નના ઘણા વર્ષો બાદ તેઓ અલગ થઇ ગયા હતા.

કરીના કપૂર ખાન સાથે સૈફના બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાનની બોન્ડિંગ સારી છે. કરીના ઘણીવાર સારા વિશે વાત કરી ચૂકી છે.

Image source

કરીનાએ એક ઇન્ટરવ્યુમાં સૈફ અને અમૃતાની લાડલી સારા અને તેમના દીકરા ઇબ્રાહિમને મિત્રો જણાવ્યા હતા. જો કે, સારા પણ ઘણીવાર કહી ચૂકી છે કે, કરીના તેની માત્ર મિત્ર જ નહિ પરંતુ તેનાથી વધારે છે.

Image source

એક ઇવેન્ટમાં કરીનાએ સારાની ખૂબ પ્રશંસા કરી હતી. તેણે સારાને ખૂબ ટેલેન્ટેડ કહી હતી. કરીનાએ જણાવ્યુ હતુ કે, સારા તેની ખૂબસુરતી અને ટેલેન્ટના દમ પર ઇન્ડસ્ટ્રીમાં તેની જગ્યા બનાવશે. સારાએ કરણ જોહરના શોમાં જણાવ્યુ હતુ કે, જો મેં કરીનાને માં કે છોટી મં કહ્યુ તો તે નર્વસ થઇ જશે, ચોંકી જશે. સારાએ જણાવ્યુ કે, તે કરીનાને કરીના જ કહે છે.

કરીનાએ મુંબઇ મિરર સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, મેં સૈફને હંમેશાથી એ કહ્યુ હતુ કે, હું સારા અને ઇબ્રાહિમની માતા નહિ પરંતુ મિત્ર બનવા ઇચ્છું છું. હું કયારેય પણ તેમની માતા બની શકતી નથી કારણ કે તેમની પાસે પહેલેથી જ શાનદાર માતા છે. હું તેમના માટે એક મિત્ર છું. બંનેને જયારે પણ કંઇ પણ જરૂર હોય તો હું તેમની સાથે છું. જીવનમાં કયારેય પણ તેમની સાથે છું.

Image source

સારા અલી ખાને કરીના સાથેના સંબંધ પર કહ્યુ હતુ કે, તે મારા માટે મારા પિતાની પત્ની છે, મારી સારી મિત્ર છે, પરંતુ તેનાથી પણ વધારે એ મારા પિતાની પત્ની છે. મને ખબર છે કે તેમના સાથે મારા પિતા ખુશ છે.

Image source

સારાએ આગળ જણાવ્યુ કે, અમે એક જ પ્રોફેશન સાથે જોડાયેલા છે અને એક જ દુનિયા છે. અમારા વચ્ચે વાતચીત પણ થાય છે. મારા પિતાએ પણ કયારેય એવું કહ્યુ નથી કે, તે અમારી બીજી માતા છે. મહત્વની વાત તો એ છે કે, બીજાનું સમ્માન કરવું જોઇએ, જે લોકો ઇચ્છે છે.

Image source

સારા સાથે પહેલી મુલાકાત વિશે વાત કરતા કરીનાએ જણાવ્યુ હતુ કે, ફિલ્મ “કભી ખુશી કભી ગમ”ના ટ્રેલર દરમિયાન સારા પૂ (Poo) જેમ આવી હતી. કેમ કે તે તેની મોટી ચાહક હતી. તમને જણાવી દઇએ કે, વર્ષ 2001માં રીલિઝ થયેલ ફિલ્મ “કભી ખુશી કભી ગમ”માં કરીનાએ પૂ એટલે કે પૂજાનું પાત્ર નિભાવ્યુ હતું. જેને ઘણું જ પસંદ કરવામાં આવ્યુ હતુ.

Image source

સારા અને કરીના બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઘણીવાર તેઓ એકબીજા સાથે પણ તસવીર શેર કરતા હોય છે. સારા અને ઇબ્રાહિમની બોન્ડિંગ તૈમુર સાથે ઘણી સારી છે.

Shah Jina