કરીના કપૂરના લાડલાએ એવું કામ કર્યું કે મમ્મી થઇ હેરાન પરેશાન, કહેવા લાગી કે બિલકુલ પપ્પા પર ગયો

મારો દીકરો 51 વર્ષના પપ્પા પર ગયો છે…કરીના કપૂરે ખોલ્યું અંદરનું એક રહસ્ય

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના બંને બાળકો તૈમુર અલી ખાન અને જેહ એવા સ્ટાર કિડ્સમાંના એક છે જેની સૌથી વધુ ચર્ચા થાય છે. તૈમૂર અને જેહ પેપરાજી અને ચાહકોના ફેવરિટ છે.કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી કેટલીક વાર તેના મોટા પુત્ર તૈમુર સાથે તો ક્યારેક જેહ સાથે તસવીરો શેર કરે છે. પરંતુ હાલમાં તૈમૂર તેના એક લેટેસ્ટ ફોટોને લઈને ચર્ચામાં છે, જેને કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

ફોટો શેર કરતાં કરીનાએ તૈમૂર વિશે એમ પણ કહ્યું કે તૈમૂર ફોટો ક્લિક કરવાની બાબતમાં બિલકુલ તેના પપ્પા સૈફ અલી ખાન જેવો છે. આ સેલ્ફીમાં તૈમૂર કરીનાના ખોળામાં બેઠેલો જોવા મળી રહ્યો છે. તૈમુરે પોતાનો ચહેરો કેપથી ઢાંકી દીધો છે જ્યારે કરીના પાઉટ કરતી જોવા મળી રહી છે. કરીનાની આ પોસ્ટ પર સેલેબ્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. અમૃતા અરોરાએ પોસ્ટમાં લખ્યું- ‘ક્યુટેસ્ટ.’ ત્યાં, કરિશ્મા કપૂરે હાર્ટ ઇમોજી શેર કર્યું. આ સિવાય ચાહકો પણ હાર્ટ ઇમોજી શેર કરી આ ક્યૂટ સેલ્ફી પર પ્રેમ વરસાવી રહ્યા છે.

કરીના આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મના ટીઝરને ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. ખાસ વાત એ છે કે આમિર ખાનની આ ફિલ્મની સાથે અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષા બંધન’ પણ આ દિવસે રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાની પકડ જાળવી રાખે છે તે જોવાનું રહેશે. કરીના કપૂરે તેની ઓટીટી ડેબ્યુ ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ ધ ડિવોશન સસ્પેક્ટ એક્સનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.

શૂટિંગમાં દીકરો તૈમૂર પણ તેની સાથે સેટ પર પહોંચ્યો હતો. ફિલ્મના શૂટિંગના છેલ્લા દિવસે કરીનાએ પુત્ર તૈમુર સાથે ફોટો ક્લિક કર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂર, જેણે બોલિવૂડ ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગ સાબિત કરી છે. હવે તે OTT ડેબ્યૂ માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. સુજોય ઘોષ દિગ્દર્શિત મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સમાં કરીના જોવા મળશે. જેનું તેણે શૂટિંગ પૂર્ણ કર્યું છે. તેમાં જયદીપ અહલાવત અને વિજય વર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે. નેટફ્લિક્સ પર આ સ્ટ્રીમ થશે.

Shah Jina