શું બેગમ કરીના કપૂર ખાને સીતાના રોલ માટે માંગ્યા હતા 12 કરોડ રૂપિયા ? આખરે બેબોએ આ મુદ્દે તોડી ચુપ્પી

બોલીવુડની બેબો અને પટૌડી પરિવારની વહુ બેગમ કરીના કપૂર ખાન છેલ્લા થોડા સમયથી કેટલાક વિવાદોમાં ઘેરાયેલી છે. હાલમાં તો તે તેના દીકરાના નામને લઈને ટ્રોલ થઇ રહી છે. કરીનાએ તેનું પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” હાલમાં જ લોન્ચ કર્યું. જેમાં તેને તેના દીકરાનું નામ જહાંગીર રાખવાની સાથે જ તે ટ્રોલરના નિશાના ઉપર આવી ગઈ તો પુસ્તકનું ટાઇટલ પણ વિવાદોમાં રહ્યું.

આ પહેલા પણ કરીના વિવાદોમાં આવી હતી. જેમાં કરીના કપૂરને રામાયણમાં સીતાનો રોલ નિભાવવાની ખબર આવી હતી. મીડિયામાં ખબર એમ પણ આવી હતી કે આ રોલ માટે કરીનાએ 12 કરોડ માંગ્યા છે અને ફિલ્મ એક મોટા પ્રમાણમાં બની રહી છે. હવે પહેલીવાર આ મુદ્દે કરીનાએ ચુપ્પી તોડી છે.

એનડીટીવી મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂની અંદર કરીનાએ આ મુદ્દા ઉપર રિએક્ટ કર્યું હતું. જયારે તેને સવાલ કરવામાં આવ્યો કે “આમિર ખાનની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” પછી તમારો શું પ્લાન છે ? ખબર એવી પણ છે કે તમે સીતાના રોલ માટે 12 કરોડ રૂપિયાની માંગણી કરી હતી ? ઘણી અભિનેત્રીઓ તમારા સપોર્ટમાં આવી હતી. પરંતુ લાગે છે કે આ ફેક ન્યુઝ હતી.”

આ સવાલો ઉપર કરીનાનો જવાબ ક્લિયર નહોતો, પરંતુ તેને પોતાનું માથું હલાવ્યું અને કહ્યું…”Yeah, yeah…” જયારે આ ખબર આવી ત્યારે કરીનાએ ફિલ્મ માટે 12 કરોડ માંગ્યા છે તો તેને લઈને કોન્ટ્રોવર્સી શરૂ થઇ ગઈ હતી.

લોકોનું કહેવું હતું કે કરીનાએ સીતાના રોલ માટે ફીસ વધારીને ધાર્મિક ભાવનાઓને આહત કરી છે. તમને જણાવી દઈએ કે કરીનાનો પતિ સૈફ અલી ખાન રામાયણ સાથે ઇન્સફાયર ફિલ્મ “આદિપુરુષ”માં લંકેશનો અભિનય કરી રહ્યો છે.

કરીના હાલ તેના પતિ અને બંને બાળકો સાથે માલદીવમાં રજાઓ મનાવી રહી છે, જ્યાંથી તે પોતાની સ્ટોરીની અંદર તસવીરો પણ શેર કરતી રહે છે, આ ઉપરાંત સૈફ અલી ખાનના જન્મ દિવસે પણ તેને કેટલીક ખાસ તસવીરો પણ શેર કરી હતી, જેમાં બંને બાળકો પણ જોવા મળ્યા હતા.

Niraj Patel