Kareena Kapoor’s chemistry with Diljit : ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન ચાલુ છે. આ સમારોહને એક ઉજવણીની જેમ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં ભાગ લેવા માટે વિશ્વભરની હસ્તીઓ આવી છે. જ્યારે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને લગ્ન પહેલાની સેરેમનીમાં સાથે ડાન્સ કર્યો હતો, તો દિલજીત દોસાંઝે પણ પોતાના પરફોર્મન્સથી લાઇમ લાઈટ ચોરી લીધી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં આખું બોલિવૂડ સામેલ થયું છે. આ પ્રસંગ વિશ્વભરમાં પ્રખ્યાત થઈ. સોશિયલ મીડિયા પર ફોટોથી લઈને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આલિયા ભટ્ટથી લઈને અર્જુન કપૂરે અહીં ભાગ લીધો છે. દીલજીત દોસાંજે પ્રી-વેડિંગમાં પોતાના ગીતો સાથે ધૂમ મચાવી છે, ત્યારે કરીના કપૂર સાથે તેનો એક વીડિયો સામે આવ્યો છે.
પ્રી-વેડિંગ સેરેમનીમાં ઘણા પરફોર્મન્સ જોવા મળ્યા હતા. પહેલા દિવસે રિહાનાએ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું જ્યારે બીજા દિવસે બી-ટાઉન સેલિબ્રિટીઓએ પોતાના ગીતોથી લોકોના દિલ જીતી લીધા હતા. શાહરૂખે દિલજીતના ગીત ‘તેરા નાયી મેં પ્રેમી’ પર ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો ચર્ચામાં હતો. આ સિવાય કરીના સાથે દિલજીતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
હવે દિલજીતનો કરીના કપૂર સાથેનો તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે એક્ટ્રેસને ‘રિહાના’ કહી છે. આ પછી કરીનાએ તેના ગીત પર ડાન્સ પણ કર્યો હતો. અભિનેત્રીએ આ સ્ટેજ પરફોર્મન્સ તેના પતિ સૈફ અલી ખાનની સામે આપ્યું હતું. સૈફ પણ કરીનાના ડાન્સ પરથી નજર હટાવી શક્યો નહીં.
લોકોને દિલજીત અને કરીનાની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી છે. કોઈએ બેબોના ડાન્સના વખાણ કર્યા તો કોઈએ દિલજીત સાથેની તેની મસ્તી પસંદ કરી. આ ફંક્શનમાં કરીનાએ ચમકદાર બેકલેસ સાડી પહેરી હતી. ડાન્સ સિવાય તેનો લુક પણ હેડલાઈન્સમાં રહ્યો હતો.
View this post on Instagram