...
   

કરીના કપૂર ઘરેથી બહાર પીળા ડ્રેસમાં થઇ સ્પોટ, જુઓ પ્રેગ્નેંસીના છેલ્લા મહિને પણ કામમાં વ્યસ્ત રહેતી બેબોનો લુક

ગમે તે ઘડીએ બેબો સેફના ચોથા બાળકને જન્મ આપી શકે છે, જુઓ છેલ્લા દિવસોમાં કેવી દેખાય છે

પ્રેગ્નેટ કરીના કપૂરની પ્રેગ્નેંસીનો છેલ્લો મહિનો જઇ રહ્યો છે. આ મહિને એટલે કે તે ફેબ્રુઆરીમાં જ તેના બીજા બાળકને જન્મ આપવાની છે. આવામાં કરીના કપૂરના પગમાં સોજો આવી ગયો છે અને ચાલવાનું પણ મુશ્કિલ થઇ રહ્યુ છે. તો પણ કરીના ઘરે આરામ ફરમાવવાની જગ્યાએ ઘરેથી નીકળતી નજરે પડી રહી છે. કરીના આરામ કરવાની જગ્યાએ તેમના કામને મહત્ત્વ આપી રહી છે અને કામ પર ફોક્સ કરી રહી છે. કેમ કે પ્રેગ્નેંસીમાં કોઇ મુશ્કિલ ન આવે. કરીના કપૂરના પ્રેગ્નેંસીના ઘણા લુક સામે આવી ચૂક્યા છે ત્યારે ફરીથી તેમનો લુક હાલમાં જ સામે આવ્યો છે.

Image Source

કરીના કપૂર તેના સ્ટાઇલિંગ માટે જાણીતી છે. કરીના કપૂર તેના મુંબઇના બાંદ્રા વાળા ઘરે સ્પોટ થઇ હતી. આ દરમિયાન તે ટીમ સાથે હતી. તેની ગાડી સુધી પહોંચે તે દરમિયાન તે ટીમના લોકો સાથે વાત કરતી સ્પોટ થઇ હતી.

Image Source

કરીનાએ પીળા કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેનો ડ્રેસ કલરફુલ પ્રિન્ટેડ હતો. આ ડ્રેસમાં તે ખૂબસુરત લાગી રહી હતી. કરીના કપૂરે ડ્રેસ સાથે બ્લેક કલરની સ્લાઇડ્સ પહેરી હતી. તેણે આ લુકને વેવી હેર સાથે અને મેકઅપ તેમજ સિલ્વર ઇપરિંગ્સ કેરી કર્યા હતા.

Image Source

કરીના કપૂર પ્રેગ્નેંસી પીરિયડમાં પણ તેમના પ્રોફેશન, કામ પર ધ્યાન આપી રહી છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે જણાવ્યુ હતુ કે, તે આ દિવસોમાં શુટિંગમાં વ્યસ્ત છે. શનિવારે પણ તે એક શુટ માટે ઘરેથી બહાર નીકળી હતી.

Image Source

થોડા દિવસ પહેલા જ એક ઇન્ટરવ્યુમાં કરીનાએ કહ્યુ હતુ કે, પ્રેગ્નેંસી પીરિયડમાં પોતાને વ્યસ્ત રાખવું જરૂરી છે. તેનું માનવું છે કે, તે ચિંતાઓને ઓછી કરે છે અને સારી પ્રેગ્નેંસી માટે મદદ કરે છે.

Shah Jina