બેબોનો વિરોધ : સીતાના રોલ માટે સામે આવ્યુ કરીનાનું નામ, ભડકેલા સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ- તે તૈમુર ખાનની અમ્મી, સીતા માતા નહિ બની શકે

તૈમુરની અમ્મી કરીના સીતાનો રોલ નિભાવશે, ખબર વાયરલ થતા લોકો ભડક્યા- જુઓ કેવી કેવી સંભળાવી

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન તેની પ્રેગ્નેંસીને લઇને ચર્ચામાં રહી હતી, તે સમયે તે તેણે પ્રેગ્નેંસીના અંત સુધીમાં કામ કર્યુ હતુ, જેને કારણે પણ તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હતી. તે થોડા સમય પહેલા જ બીજીવાર માતા બની છે. હવે કરીના ફરી એકવાર ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે તેના ચર્ચામાં આવવાનું કારણ તેની કોઇ તસવીર કે તેની પ્રેગ્નેંસી મહિ પરંતુ ફિલ્મ છે, આ ફિલ્મના રોલ માટે તેને ટ્વિટર પર બોયકોટ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

ખબર અનુસાર કરીના કપૂર સિલ્વર સ્ક્રીન પર સીતા માતાનો રોલ નીભાવી શકે છે. રામાયણ પર બની રહેલી અલૌકિક દેસાઇની ફિલ્મમાં તે સીતાનો રોલ કરી શકે છે. આ પીરિયડ ડ્રામા ફિલ્મ માટે કરીના કપૂર ખાને તેની ફિસમાં પણ વધારો કરી દીધો છે. કરીનાના સીતા બનવાની ખબર આવી રહી છે હવે તેમાં કેટલી હકિકત છે તે તો કરીના અને મેકર્સ જ જાણે છે.

હાલમાં જ એક ખબર સામે આવી હતી કે સીતા માતાના રોલ માટે મેકર્સે જયારે કરીના કપૂરનો સંપર્ક કર્યો તો તેમણે 12 કરોડ રૂપિયાની ફિસની માંગ કરી. જયારે કરિના આ પહેલા ફિલ્મો માટે 6થી 8 કરોડ રૂપિયા ફિસ ચાર્જ કરતી હતી. આ ખબર વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.

ટ્વિટર પર BoycottKareenaKhan ટ્રેન્ડ કરી રહ્યુ છે. કરીનાના સીતા બનવાથી કેટલાક લોકોએ એતરાઝ જતાવ્યો છે. તેનું કારણ ટ્વીટ્સમાં જોઇ શકાય છે. સીતાના રોલ માટે કરીનાનું ફિસ વધારવુ લોકોને પસંદ ના આવ્યુ.

કેટલાક લોકો એ પણ કહી રહ્યા છે કે, તૈમુર અલી ખાનની માતા પડદા પર સીતાનો રોલ કરી શકતી નથી. યુઝર્સનું કહેવુ છે કે, કરીના પડદા પર સીતા માતાનો રોલ પ્લે કરવાનો ડિઝર્વ કરતી નથી.

કેટલાક લોકોએ કરીનાના સીતા માતા બનવા પર વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી છે. તેમનું કહેવુ છે કે, મેકર્સ કરીનાને સીતા માતા બનાવી લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ નહિ કરી શકે.

કેટલાક લોકો કંગના રનૌતની તસવીર શેર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, તેમને સીતા માતાનો રોલ કરવો જોઇએ. લોકોની માંગ છે કે, તે સીતા માતાના રોલ માટે હિંદુ અભિનેત્રીને જોવા માંગે છે.

કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે, જલ્દી જ “લાલ સિંહ ચડ્ઢા”માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે બે ફિલ્મો છે.

Shah Jina