કરીના કપૂર થઇ એવા આઉટફિટમાં સ્પોટ કે કિંમત જાણશો તો રહી જશો હેરાન, જુઓ તસવીરો અને વીડિયો

જહાંગીરની મમ્મી કરીના કપૂરે પહેરી ખૂબ જ મોંઘી ટીશર્ટ, કિંમત સાંભળી હોંશ ઉડી જશે…ફેન્સે કરી ટ્રોલ કહ્યું કે IPL ની ટિમ…

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. કરીના તેના આઉટફિટને લઇને ઘણીવાર ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. એવામાં ફરી એકવાર તેણે પહેરેલ આઉટફિટ ચર્ચામાં આવ્યો છે. શનિવારનો દિવસ કરીનાએ તેના પેરેન્ટ્સ સાથે વીતાવ્યો હતો. તેણે તેના પિતા રણધીર કપૂર, માતા બબીતા કપૂર અને બહેન કરિશ્મા કપૂર સાથે ફેમિલી ફોટો પણ શેર કર્યો હતો.

આ પહેલા તેને તેના બંને દીકરાએ તૈમુર અને જહાંગીર સાથે ઘરેથી નીકળતા સ્પોટ કરવામાં આવી હતી. આ તસવીરોમાં કરીનાએ હાર્ટ બ્રેકર વાળી વ્હાઇટ ટી શર્ટ પહેરી હતી અને પેંટ પહેર્યુ હતુ. તમને જણાવી દઇએ કે, કરીનાની આ સિંપલ દેખાતી ટી શર્ટની કિંમત ખૂબ જ વધારે છે. આ ટી શર્ટ Christian Dior ની ગ્રાફિક ટી શર્ટ છે. જેની કિંમત 840 યૂએસ ડોલર છે એટલે કે 61 હજાર 315 રૂપિયા છે.

કરીનાએ આ દરમિયાન તેના લુકને મિનિમલ મેકઅર, ન્યુલિપ કલર અને બન હેર સ્ટાઇલ સાથે કંપલીટ કર્યો હતો. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર ટી શર્ટ ફ્લોન્ટ કરતા તૈમુર સાથે એક તસવીર પણ શેર કરી હતી અને લખ્યુ હતુ કે, મારી ટીશર્ટ પર શુ છે ટીમ ? તુમ.

કરીના તેના બંને દીકરા તૈમુર અને જહાંગીર સાથે જોવા મળી હતી. પેપરાજી દ્વારા લેવામાં આવેલ તસવીરમાં કરીનાએ દીકરા જેહને ખોળામાં ઉઠાવેલો હતો. કરીનાએ તેના પેરેન્ટ્સ સાથે ઘરે લંચ કર્યુ હતુ. જે માટે તેણે કેઝ્યુઅલ ડ્રેસ પહેર્યો હતો.

તમને જણાવી દઇએ કે, આ વર્ષે જ કરીના કપૂરે તેના બીજા દીકરા જહાંગીરને જન્મ આપ્યો છે. દીકરાના જન્મના કેટલાક મહિના બાદ જ તે કામ પર પાછી આવી ગઇ હતી. આ વચ્ચે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તેનો ડિફરેંટ લુક જોવા મળ્યો.

થોડા સમય પહેલા જ કરીના તેના નાના દીકરા સાથે ઘર બહાર સ્પોટ થઇ હતી. કરીના અને તૈમુર સાથે સાથે હવે જેહ પણ તેની તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. ઘણીવાર ઘર નીચે નૈનીના ખોળામાં જેહ જોવા મળે છે. જો કે, શરૂઆતમાં કરીના અને સૈફે તેમના દીકરાનો ચહેરો છૂપાવીને રાખ્યો હતો.

વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના આમિર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રીલિઝ થશે. આ ઉપરાંત હાલ તો કરીના પાસે કોઇ બોલિવુડ ફિલ્મની ઓફર નથી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina