કરીના કપૂરનો રેડ બ્લેઝર અને પેન્ટમાં જોવા મળ્યો સ્ટનિંગ લુક, બોસ લેડીનો વીડિયો થયો વાયરલ

સેફના છોટા બાળકને જન્મ આપ્યા પછી કરીનાનું ફિગર થઇ ગયું આવું, યુઝરે ઝાટકણી કરી કે આખી IPL ટિમ….

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન ઇન્ડસ્ટ્રીની જાણિતી અને પોપ્યુલર અભિનેત્રીમાંની એક છે. તે તેના અભિનય અને ફેશન સેંસને ઘણી મેંટેન રાખે છે. કરીનાએ નવા વીકની શરૂઆત ખૂબ જ સ્ટનિંગ અવતારમાં કરી હતી.

કરીનાને મુંબઇમાં ક્લાસી અવતારમાં સ્પોટ કરવામાં આવી હતી. કરીના એક 5 સ્ટાર હોટલ બહાર અલગ જ લુકમાં સ્પોટ થઇ હતી. કરીનાએ આ દરમિયાન રેડ બ્લેઝર, મેચિંગ પેંટ્સ અને વ્હાઇટ ટોપ પહેર્યુ હતુ. કોરોનાથી બચવા માટે કરીનાએ વ્હાઇટ માસ્ક લગાવ્યુ હતુ અને તે બોસ લેડી લુકમાં કરીના કહેર વરસાવી રહી હતી.

તેના વાળ હવામાં ઉડી રહ્યા હતા. તે અહીં કોઇ શુટ માટે પહોંચી હતી. કરીનાએ આ બોસ લેડી લુકની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીર શેર કરી હતી. કરીનાનો ગ્લેમરસ મેકઅપ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો.

કરીનાનો આ લુકનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કરીના બીજીવાર માતા બન્યા બાદ મેટરનીટી બ્રેકથી કામ પર આવી ગઇ છે. હાલમાં જ તેણે તેની બહેન અને અભિનેત્રી લોલો એટલે કે કરિશ્મા કપૂર સાથે એક મિસ્ટ્રી પ્રોજેક્ટન શુટિંગ કર્યુ હતુ.

આ પહેલા તેણે તેના વીકેંડ એન્જોયમેન્ટની ઝલક પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમાં તેની બહેન કરિશ્મા સાથે તેની ફેવરેટ ડિશનો આનંદ માણતી જોવા મળી હતી. આ વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, કરીના આ વર્ષે જ ફેબ્રુઆરીમાં તેના બીજા દિકરાની માતા બની છે. આ પહેલા સૈફ અને કરીનાને એક દીકરો છે. જેનું નામ તૈમુર અલી ખાન છે અને હવે તે બીજા દીકરાના પણ પેરેન્ટ્સ પણ બની ગયા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના આમિર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. છેલ્લી વાર તે વર્ષ 2020માં અંગ્રેજી મીડિયમમાં જોવામાં આવી હતી.

Shah Jina