કરીના કપૂરે ખોલ્યા બેડરૂમના રાઝ, કહ્યું – બેડ પર આ ત્રણ વસ્તુ વગર નથી ચાલતું કામ

ઉફ્ફફ્ફફ્ફફ્ફ: સેફ અલી ખાનના ચોથા બાળકને જન્મ આપનાર કરીનાએ ખોલ્યું રંગીન રાતનું સિક્રેટ, કહ્યું કે આ 3 વસ્તુ જોઈએ જ જોઈએ…

કરીના અને સૈફ અલી ખાન બોલિવૂડના સૌથી પ્રખ્યાત કપલ્સમાના એક છે. બંને સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તેમની તસવીરો શેર કરતા હોય છે. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ઘણી વાર ચર્ચામાં રહે છે.

કરીના ઘણી બેબાક છે અને તેની વાતો ખુબ જ સહેલાઈથી બધાની સામે રાખે છે. ચાહકો તેમની લવ લાઈફ જાણવા વિશે ઘણા ઉત્સુખ રહેતા હોય છે. લોકો જાણવા માંગે છે કે બંને વચ્ચે બોન્ડિંગ કેવી છે. કરીનાએ એક શોમાં તેનુ બેડરૂમ સીક્રેટ શેર કર્યું હતું.

ડિસ્કવરી શો Star VS Foodના શૂટિંગ સમયે કરીનાએ તેનું એક સીક્રેટ કહ્યું હતું. કરીનાએ કહ્યું હતું કે તે બેડ પર કઈ ત્રણ વસ્તુ સાથે સુવે છે. તેણે કહ્યું કે, ‘મને બેડ પર ત્રણ વસ્તુ જોઈએ છે

વાઈન ની બોટલ, પાયજામો અને સૈફુ.’ કરિનાનો આવો જવાબ સાંભળીને બધા હસવા લાગ્યા હતા. આટલું જ નહિ કરીનાએ કહ્યું કે, ‘મને લાગે છે કે આનાથી સારો જવાબ બીજો કોઈ હોઈ જ ના શકે. આ જવાબ માટે મને ઇનામ મળવું જોઈએ.’

જણાવી દઈએ કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના લગ્નના 8 વર્ષ થઇ ગયા છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી ખુબ જ સારી છે. અત્યારે તે બે બાળકોના માતા પિતા છે. કરીના અને સૈફને તેમના ચાહકો તેમને પ્રેમથી સૈફીના કહીને બોલાવે છે. બંનેને ઘણી વાર ફિલ્મોમાં સાથે અભિનય કરતા પણ જોવામાં આવ્યા છે. બંનેને સાથે જોઈને ચાહકો ઘણા ઉત્સાહિત થઇ જાય છે.

શો Star VS Foodની વાત કરીએ તો શોમાં કરીનાની મિત્ર મલાઈકા અરોરા પણ તેની સાથે અર્જુન કપૂર, કરણ જોહર અને પ્રતીક ગાંધી પણ છે.  આ શોનો પ્રોમો વીડિયો કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.

આ શોથી કરીના ઓટીટી પ્લેટફોર્મ ડેબ્યુ કરી રહી છે. તેમજ કરીનાના વક્રફ્રન્ટની વાત કરીએ તો જલ્દી તે આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’માં નજર આવશે. છેલ્લી વાર કરીના અક્ષય કુમાર સાથે ‘ગુડ ન્યૂઝ’માં નજર આવી હતી.

Patel Meet