બાપ રે…ન પહેરવાનું વસ્ત્ર પહેરીને કરીના ખાને બધાને દેખાડી તસવીરો, ફેન્સ થયા શરમથી લાલ

21 જૂનના રોજ સમગ્ર વિશ્વ યોગ દિવસ સેલિબ્રેટ કરી રહ્યુ છે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એવા સ્ટાર્સ છે, જે પોતાને ફિટ રાખવા માટે યોગ કરે છે, જેમાં મલાઇકા અરોરા, શિલ્પા શેટ્ટીથી લઇને કરીના કપૂર સુધી અનેક સામેલ છે.ઘણા બોલિવુડ સેલેબ્સે તેમની યોગ દિવસ પર તસવીરો શેર કરી છે અને તેમાં કરીના પણ સામેલ છે. કરીના કપૂરે જણાવ્યુ કે, યોગથી તેના જીવનમાં શુ અસર પડી છે. આ ઉપરાંત કરીના કપૂરે તેના પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર અલી ખાનની યોગ કરતા પણ તસવીર શેર કરી છે.

કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરા છે, જેમાં તે યોગ કરતા દેખાઇ રહી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, મારા માટે યોગની જર્ની વર્ષ 2006માં શરૂ થઇ હતી. જયારે મેં ટશન અને જબ વી મેટ સાઇન કરી હતી. અવિશ્વનીય જર્ની, જેણે મને ફિટ અને તાકાતવર બનાવી.

તેણે વધુમાં લખ્યુ છે કે, હવે બે બાળકો થયા અને મા બન્યાના 4 મહિના બાદ આ વખતે ઘણી થાકેલી છું. પાછા આવવામાં ઘણુ દર્દ હતુ પરંતુ ધીમે ધીમે તેની આગળ વધી રહી છું. મારા યોગનો સમય મારો પોતાનો હોય છે. નિયમિત થવુ યોગનું કુંજી છે. આ માટે કરતા રહો. આ નોટ પર હું એક બિલાડીની જેમ સ્ટ્રેચ કરી રહી છું અને ઉમ્મીદ કરુ છુ કે  તમે બધા પણ કરો.

વિશ્વ યોગ દિવસના ખાસ અવસર પર બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી છે.

કરીના તસવીરમાં સમુદ્ર કિનારે વ્હાઇટ પહેરી એક પગ પર ઊભેલી જોવા મળી રહી છે. તેણે તેના બંને હાથને ઉપરની તરફ ઉઠાવેલા છે. આ તસવીર ઘણી શાનદાર છે અને તેને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

કરીનાએ આ તસવીર શેર કરતા લખ્યુ કે, પોતાના માઇન્ડને ફ્રી કરી દો. તમને જણાવી દઇએ કે, કરીના કપૂર ફિજીકને લઇને શરૂઆતથી જ ઘણી સ્ટ્રિક્ટ રહી છે. તૈમુરના જન્મ બાદ તો તેણે જલ્દી વજન ઘટાડી લીધુ હતુ અને તેના માટે તેની ઘણી પ્રશંસા થઇ હતી.

કરીના કપૂર આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજીવાર માતા બની છે, તેને દીકરાને જન્મ આપ્યો છે. જો કે, કરીનાના નાના નવાબનું નામ અને તસવીર હજી સામે આવી નથી. આ પહેલા કરીનાએ તેના દીકરાની પહેલી ઝલક ચાહકો સાથે શેર કરી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના કપૂર હવે જલ્દી જ ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં ક્રિસમસ કે પછી આગળના વર્ષની શરૂઆતમાં રીલિઝ થઇ શકે છે.

 

Shah Jina