મેકઅપ વગર, નાઈટ સૂટમાં દીકરા સાથે મુંબઈમાં સ્પોટ થઇ કરીના કપૂર, હીરાના ઈયરિંગ્સ સાથે હાથમાં જોવા મળી લાખોની બેગ

બોલીવુડ અભિનેત્રી બેગમ કરીના કપૂર તેની ફેશન સેન્સના કારણે હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. કરીના કપૂરનો અવનવો અંદાજ અને ફેશન ટ્રેન્ડ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતી રહેતી હોય છે, કરીના જ્યાં પણ જાય છે ત્યાં પેપરાજી તેને પોતાના કેમેરામાં કેદ કરી લેતા હોય છે.

કરીના કપૂર ખાન અભિનેત્રી, મમ્મી, પત્ની અને ફેશનિસ્ટા છે. આ તમામ ભૂમિકા અભિનેત્રીઓ એટલી પૂર્ણતા સાથે ભજવે છે કે તે અન્ય લોકો માટે પ્રેરણા બની જાય છે. જો આપણે ફક્ત તેની ફેશનની જ વાત કરીએ તો તેમાં કોઈ શંકા નથી કે ટોચની અભિનેત્રીઓ પણ ક્યારેક તેમની સામે છલકાતી જોવા મળે છે.

કરીના જાણે છે કે કમ્ફર્ટેબલ કપડામાં સ્ટાઈલ ગેમ કેવી રીતે પાર પાડવી, તો તે તેના ફિગરને ફ્લોન્ટ કરતી વખતે બોલ્ડ કપડાને આત્મવિશ્વાસથી કેવી રીતે કેરી કરવી તે પણ જાણે છે. કેટલીકવાર તે તેના દેખાવમાં આ બંનેના સંયોજનને અપનાવવામાં પાછળ પડતી નથી. આ વખતે પણ આવો જ લુક જોવા મળ્યો છે.

કરીના તેના ઘરની બહાર મોટા દીકરા તૈમુર અલી ખાન સાથે જોવા મળી હતી. આ દરમિયાન નાના નવાબ કેઝ્યુઅલ કપડામાં તેની માતાની જેમ જ સ્ટાઇલિશ દેખાતો હતા.

બેબોએ બ્લેક સાટન મેડ પાયજામા સેટ પહેર્યો હતો, જે ઓવરઓલ પ્રિન્ટેડ હતો. અભિનેત્રી આ લુકને સફેદ સ્નીકર્સ સાથે કેરી કરતી જોવા મળી હતી.

કરીના કપૂરે તેના ચહેરા પર હળવો મેકઅપ કર્યો હતો, જે તેની ચમકતી ત્વચા અને તીક્ષ્ણ વિશેષતાઓ સાથેનો ચહેરો વધુ આકર્ષક બનાવી રહ્યો હતો.

બોલીવુડની આ બાલાએ તેના હળવા ફિટ કપડાં સાથે ન્યૂનતમ જ્વેલરી રાખી હતી. તેણીએ તેના કાનમાં હીરાની બુટ્ટી અને તેના હાથમાં તેના લગ્નની વીંટી પહેરી હતી.

આ દરમિયાન કરીના કપૂરના હાથમાં Goyard Saint Louis Gold Metallic GM Limited Edition 2021 Tote Bag with Tag  જોવા મળ્યું હતું. આ ટોક બેગની કિંમત 5,245 ડોલર છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 3,94,111 રૂપિયાની બરાબર છે.

Niraj Patel