કોમેડિયન કપિલ શર્માએ નીકાળ્યો ‘ઇંડિગો ફ્લાઇટ’ પર ગુસ્સો તો લોકોએ લગાવી દીધી તેની જ ક્લાસ- જાણો શું છે આખો મામલો

‘જૂઠ જૂઠ ઔર જૂઠ…શરમ આવવી જોઇએ…’ લેટ થઇ એરલાઇન્સ IndiGo પર ફૂટ્યો કપિલ શર્માનો ગુસ્સો

Kapil Sharma Slams IndiGo: એકવાર ફરીથી મશહૂર કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા પોતાના ટ્વિટને લઇને ચર્ચામાં છે. આ વખતે તેણે પોસ્ટમાં ‘ઇંડિગો ફ્લાઇટ’ પર પોતાની ભડાસ નીકાળી છે, જેને કારણે આ ફ્લાઇટમાં સફર કરી રહેલા યાત્રિઓને મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. કપિલ શર્માએ કેટલાક વીડિયો પણ શેર કર્યા છે, જેમાં પરેશાન યાત્રિઓની ભીડ સાથે બેબસ અને લાચાર એરપોર્ટ અધિકારી પણ નજર આવી રહ્યા છે.

કપિલ શર્માએ ટ્વિટર પર તેની લેટેસ્ટ પોસ્ટમાં ઇન્ડિગો ફ્લાઇટ પર પોતાનો ગુસ્સો ઉતાર્યો છે. આ ફ્લાઇટના યાત્રિઓને કલાકો સુધી રાહ જોવડાવવામાં આવી, જેને લઇને કોમેડિયન ભડકી ઉઠ્યો. કપિલ શર્માએ એરપોર્ટના જે વીડિયો શેર કર્યા છે, તેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે યાત્રી કેટલા પરેશાન છે. કપિલ શર્માએ વીડિયો શેર કરતા લખ્યુ- ડિયર ઇન્ડિગો, પહેલા તમે 50 મિનિટ સુધી રાહ જોવડાવી અને તમારી ટીમ કહી રહી છે કે પાયલટ ટ્રાફિકમાં ફસાઇ ગયો છે.

શું ? સાચે ? અમારે 8 વાગ્યે ટેક ઓફ કરવાનું હતુ, પણ હવે 9.20 થઇ ગઇ છે. હજુ કોકપિટમાં કોઇ પાયલટ હાજર નથી. શું તમને લાગે છે કે આ 180 યાત્રી ફરીથી ઇંડિગોમાં ઉડાન ભરી શકશે ? ક્યારેય નહિ. આ સાથે તેણે શેમલેસ લખી એ ઇંડિગો ફ્લાઇટને ટેગ કરી (#indigo 6E 5149 #shameless) જેની સાથે આ ઘટના જોડાયેલી છે. આ ઉપરાંત એક બીજા ટ્વિટમાં ફ્લાઇટમાંથી ઉતરનાર યાત્રીઓનો પણ વીડિયો શેર કર્યો, જેમાં તેમને બીજી ફ્લાઇટમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

આ વીડિયો શેર કરતા તેણે લખ્યુ- હવે એ બધા યાત્રિઓને ઉતારી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે તમને બીજી ફ્લાઇટથી મોકલીશું, પણ અમારે ફરી સિક્યોરિટી ચેક માટે ટર્મિનલ પર પાછા જવું પડશે. આ ઉપરાંત એક વીડિયોમાં બધા પરેશાન યાત્રી એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે, જ્યાં તે એરપોર્ટ ઓથોરિટીને સવાલ કરી રહ્યા છે. કપિલે લખ્યુ- લોકો તમારા કારણે પરેશાન છે ઇંડિગો. વીલ ચેર પર કેટલાક વૃદ્ધ છે, જેમની હેલ્થ બહુ સારી નથી. તમને શરમ આવવી જોઇએ.

આ પછી કપિલ શર્માએ વધુ એક પોસ્ટ કરી અને લખ્યુ કે- લોકો તમારા કારણે ઝઝૂમી રહ્યા છે અને ઇંડિગો માત્ર જૂઠ, જૂઠ અને જૂઠ બોલી રહ્યુ છે.જો કે, કેટલાક લોકોએ આ મામલાને લઇને કપિલ શર્મા પર જ પલટવાર કર્યો. એકે કહ્યુ- કપિલજી, તમારા શોના શુટિંગ દરમિયાન લોકોને વધારે વાર સુધી વોશરૂમ ઉપયોગ કરવાની પણ ઇજાજત નથી. મહેરબાની કરીને શાંત થઇ જાઓ અને સ્થિતિને વધારે તુલ આપવાથી બચો.

ક્યારેક ક્યારેક ભારતના સામાન્ય નાગરિક હોવું અને તેમની જેમ રોજ મુશ્કેલીઓનો સામનો કરવો માનવીય હોય છે. ચીલ રહો. તો બીજા એકે કહ્યુ- તમે એક સુપરસ્ટાર છો, લોકો ઉદાહરણ આપી તમને ફોલો કરે છે. આ માટે વિપરિત પરિસ્થિતિઓમાં પોતાની બેસ્ટ સાઇડ બતાવો. નવા નવા અમીરોની જેમ વ્યવહાર કરી રહ્યા છો. મેચ્યોર બનો, તમે બધી જગ્યાએ એવું ના કરી શકો જેવું કોમેડી નાઇટ્સમાં કરો છે. ધ્યાન રાખો. ગુડ નાઇટ.

Shah Jina