કપિલ શર્માએ દીકરી અનાયરા સાથે લીધી ખુબ જ ક્યૂટ ક્યૂટ સેલ્ફી, તસ્વીર ઉપર લોકોએ વરસાવ્યો ખોબલે ખોબલે પ્રેમ, જુઓ

પિતા અને પુત્રીનો સંબંધ એટલો સુંદર છે કે તેને શબ્દોમાં પણ વર્ણવી શકાય તેમ નથી. ઘણીવાર, પિતા અને પુત્રીની ઘણી દિલ જીતી લેનારી વાર્તાઓ, વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ચર્ચામા આવતા હોય છે. ત્યારે હાલમાં પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

કોમેડિયન કપિલ શર્મા ઈન્સ્ટા પર પોતાના બાળકો સાથેની તસવીરો શેર કરતો રહે છે. કપિલની પુત્રી અનાયરા  તેની નકલ હોવાનું જણાય છે. કપિલ અનાયરાને ખૂબ પ્રેમ કરે છે. કપિલે તેની પુત્રી સાથેની તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કપિલ તેની દીકરી સાથે પાઉટ બનાવતો જોવા મળી રહ્યો છે.

હવે જ્યારે કપિલ અને તેની દીકરી અનાયરા એક જ ફ્રેમમાં છે અને તો પછી તમારી નજર કોના ઉપર હશે ? અમારી નજર પહેલા અનાયરા પર ગઈ. પાઉટ બનાવતી વખતે અનાયરા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. કપિલ પણ એવું માને છે. ત્યારબાદ કપિલે કેપ્શનમાં લખ્યું- “મેં અત્યાર સુધી જોયેલું સૌથી ક્યૂટ પાઉટ.” અમે પણ આ મુદ્દે કપિલ સાથે સહમત છીએ.

કપિલે તેની દીકરી સાથે ત્રણ તસવીરો શેર કરી છે. ત્રણેય ફોટોમાં અનાયરાએ પોતાની ક્યુટનેસનો જાદુ ફેલાવ્યો છે. ક્યુટનેસથી ભરેલી આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ભારતી સિંહે કપિલ અને અનાયરાની તસવીરો પર પ્રેમ વરસાવ્યો છે. ભારતીએ કોમેન્ટમાં ઘણાં હાર્ટ ઇમોજી બનાવ્યા છે. કપિલની દીકરીને બધાએ ક્યૂટ કહી છે. કપિલ અને અનાયરાનું આ બોન્ડ જોઈને ફેમસ ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની પણ પ્રભાવિત થયા હતા.

એટલા માટે તેણે કપિલને સાથે શૂટ કરવાની ઓફર કરી હતી. ટિપ્પણી કરતા ડબ્બુ રત્નાનીએ લખ્યું- ચાલો સાથે શૂટ કરીએ. ડબ્બુ રત્નાની આ ઓફર સાંભળીને કપિલ શર્માની પણ ખુશીની ઠેકાણું ના રહ્યું. થોડા દિવસ પહેલા જ કપિલ શર્માએ તેની મા, પત્ની અને બાળકો સાથે ફેમેલી ફોટોશૂટ કરાવ્યું હતું.

Niraj Patel