વૃદ્ધ પિતાને વહુ અને દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યા, પછી કમિશનરે જુઓ શું કર્યું

આ કળયુગી વહુ અને દીકરાને શું સજા ફટકારવી જોઈએ? જુઓ માં-બાપને કાઢી મુક્યા તો કમિશનરે ઉઠાવ્યું મોટું પગલું

દીકરા-વહુ અને દીકરીના ઉત્પીડનથી પરેશાન વૃદ્ધને પોલિસે મંગળવારે તેમના ઘરે ફરી પ્રવેશ કરાવ્યો. વૃદ્ધ SDMના ત્યાં પૂર્વમાં ફરિયાદ કરી ચૂક્યા હતા અને ઉપ જિલ્લાધિકારી વૃદ્ધના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. આ મામલો કાનપુરનો ચકેરી પોલિસ સ્ટેશન વિસ્તારના જાજમઉનો છે. જાજમઉના જેકે કોલોનીના રહેવાસી 76 વર્ષિય ગુલાબ ચંદ્રએ SDMને ફરિયાદ કરી હતી કે તેમના દીકરા-વહુ અને દીકરી તેમનું ઉત્પીડન કરે છે અને તેમને ઘરેથી નીકાળી દીધા છે. જયારે તેમના માટે મેં અલગ ઘર ખરીદી આપ્યુ છે. પરંતુ તેમણે તે ઘર ભાડા પર આપી રાખ્યુ છે અને મારા ઘર પર તેમની ગંદી નજર છે.

જેકે કોલોનીના રહેવાસી ગુલાબ ચંદ્ર રિટાયર્ડ એરફોર્સ કર્મી છે. તેમણે એ જાણકારી આપી કે કેટલાક મહીના પહેલા દીકરી, દીકરા અને વહુ માટે કૈલાશ નગરમાં મકાન લીધુ હતુ. પરંતુ તેઓ જૂના મકાનને ભાડા પર આપી પાછા જેકે કોલોનીના મકાનમાં રહેવા આવી ગયા. વૃદ્ધે જણાવ્યુ કે, તેમની પત્નીનું કેટલાક વર્ષ પહેલા જ નિધન થઇ ગયુ હતુ. તેઓ દીકરા અને વહુના સહારે હતા. પરંતુ પ્રોપર્ટીને લઇને અવાર નવાર દીકરા અને વહુ મારી સાથે મારપીટ કરતા હતા. મારી દીકરી પણ તેમાં સામેલ રહેતી હતી. તે લોકોએ મને મારા ઘરેથી જ નીકાળી દીધો.

વૃદ્ધ ગુલાબ ચંદ્રએ SDMને ફરિયાદ કરી હતી. તેમણે તપાસ કરવાની વાત કહી હતી. ડીએમએ તપાસ બાદ વૃદ્ધના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો અને દીકરા, વહુ અને દીકરીને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો. મંગળવારે ગુલાબ ચંદ્ર પોલિસ આયુક્ત અસીમ અરુણને મળવા પહોંચ્યા અને તેમણે આપવીતી સંભળાવતા કહ્યુ કે,નિર્દેશ બાદ પણ દીકરા, વહુ અને દીકરી ઘર ખાલી નથી કરી રહ્યા. તે બાદ તેમણે તરત ફોન કરી એસીપી સાથે વાત કરી અને વૃદ્ધને મકાનમાં પ્રવેશ અપાવવા માટે કહ્યુ. દીકરા, વહુએ પોલિસના કહેવા પર સહયોગ કરતા ઘર ખાલી કરી દીધુ.

Shah Jina