આ બેંકે તમારા પૈસા બોક્સમાં રાખીને સડાવી દીધા, ચેકિંગમાં પોલ ખુલી તો 4 ઓફિસરોને હાંકી કાઢ્યા

ચેતી જજો : તમારું ખાતું આ બેંકમાં તો નથી ને? આ બેન્કને લીધે અધધધધધ લાખ સડી ગયા, આંકડો જાણી હ્રદય બેસી જશે

લોકો તેમના પૈસા સુરક્ષિત રાખવા માટે બેંકમાં જમા કરાવે છે. પરંતુ બેંકો કેટલી જવાબદારીપૂર્વક પોતાની પાસે પૈસા રાખે છે, તેનો એક નજારો હાલમાં જોવા મળ્યો છે. પંજાબ નેશનલ બેંકની શાખામાં રાખવામાં આવેલી કરન્સી ચેસ્ટમાં 42 લાખ રૂપિયાની નોટો પાણીમાં સડી ગઈ. 3 મહિના પહેલા આ નોટો બેંકમાં એક બોક્સમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન કોઈ કારણસર બોક્સમાં પાણી ભરાઇ ગયું હતું. બેંકના કર્મચારીઓએ બોક્સમાં સૌથી ઉપરની નોટો જોઈ, પરંતુ તળિયે રાખવામાં આવેલી નોટોને ન જોઇ.

તેઓએ વિચાર્યું કે પાણી સુકાઈ ગયું હશે. બેંકની તિજોરીમાં જગ્યા બચી ન હોવાને કારણે અને રોકડ વધી જતાં નોટો બોક્સમાં ભરીને દિવાલ પર રાખવામાં આવી હતી. વરસાદમાં બેઝમેન્ટની દીવાલમાં વધુ પડતી ભીનાશને કારણે પાણી ડબ્બામાં ગયું અને લાંબા સમય સુધી કોઇએ બોક્સ ન જોયુ, જેને કારણે 42 લાખ રૂપિયાનું ચલણ ધોવાઇ ગયું. આ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ટીમ ઈન્સ્પેક્શન માટે આવી હતી. જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે આ મામલો ઉપરોક્ત અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો.

જેના માટે બીજી ટીમ ફરી આવી હતી. આ તપાસ બાદ PNBની વિજિલન્સ ટીમે પણ તપાસ શરૂ કરી હતી. સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે આખરે નોટોની કાળજી કેમ લેવામાં આવી નથી? બંને રિપોર્ટ બાદ PNBના ઉચ્ચ અધિકારીઓએ તે શાખાના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા. જેમાં સિનિયર મેનેજર દેવીશંકર, મેનેજર આસારામ, ચેસ્ટ ઓફિસર રાકેશ કુમાર અને સિનિયર મેનેજર ભાસ્કર કુમાર ભાર્ગવ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે દેવીશંકરે 25 જુલાઈના રોજ કામ સંભાળ્યું હતું.

જ્યારે નોટ ભીની ઘટના તેમના આગમન પહેલા બની હતી. હાલમાં PNB તરફથી કોઈ અધિકારી વાત કરવા તૈયાર નથી.જણાવી દઇએ કે, આ મામલો તાજો નથી, પરંતુ ત્રણ મહિના જૂનો છે. મોટી વાત એ છે કે બેંક અધિકારીઓએ ત્રણ મહિના સુધી આ મામલો છુપાવી રાખ્યો હતો. જો કે ઓડિટ થતાં મામલા પરથી પડદો હટી ગયો હતો અને અધિકારીઓનો પર્દાફાશ થયો હતો. કોઈપણ બેંકમાં આ પ્રકારનો આ એકમાત્ર વિચિત્ર કેસ હશે. બેંકના અધિકારીઓ પણ આ બાબતે કંઈ કહેવા તૈયાર નથી.

ત્રણ દિવસ પહેલા ચેસ્ટ રૂમનો હવાલો સંભાળનાર પવન ચોપડાએ અનુસાર, આરબીઆઈના નિરીક્ષણ દરમિયાન નોટોમાં ભૂલો જોવા મળી હતી. આને નોટોની અછત ન કહી શકાય, પરંતુ પાણીના કારણે આ નોટો બગડી ગઈ હતી. આવી સ્થિતિમાં, તમામ નોટોની કિંમત શૂન્ય કરવામાં આવી અને બેદરકારી દાખવનાર અધિકારીઓને અછત દર્શાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા.આ મામલો ઉત્તરપ્રદેશના કાનપુરના પાંડુ નગરમાં પંજાબ નેશનલ બેંકની શાખાનો છે.

Shah Jina