બોલિવૂડની પ્રખ્યાત સિંગર કનિકા કપૂર ટૂંક સમયમાં જ તેના પ્રેમ ગૌતમ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આજે તે લંડનમાં તેના બિઝનેસમેન મંગેતર સાથે ફેરા ફરશે. બેબી ડોલ ગીત ગાઇને લોકોમાં લોકપ્રિય બનેલી કનિકા ફરી એકવાર દુલ્હન બનવા માટે તૈયાર છે. કનિકા અને ગૌતમની મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે, જેમાં કપલની જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહી છે. મહેંદી સેરેમની દરમિયાન કનિકા કપૂર અને ગૌતમ રોમેન્ટિક થતા પણ જોવા મળ્યા હતા.
સિંગરે તેના ભાવિ પતિને બધાની સામે લિપ કિસ પણ કરી હતી. જેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. ગૌતમે રોમેન્ટિક અંદાજમાં કનિકા કપૂરને ફૂલોનો ગુલદસ્તો આપ્યો અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.મહેંદી સેરેમનીની તસવીરોમાં સિંગર તેના થવાવાળા પતિ અને સંબંધીઓ સાથે ડાન્સ કરતી અને ગાતી જોવા મળી રહી છે. કનિકા કપૂર અને ગૌતમે મહેંદી સેરેમનીમાં રોમેન્ટિક થવાની કોઈ તક છોડી નથી.
કનિકા અને ગૌતમની તસવીરો જોઈને કહી શકાય કે બંનેએ મહેંદી સેરેમનીમાં સાથે ખૂબ જ મસ્તી કરી હતી અને ગેમ પણ રમી હતી. કનિકા કપૂરે 6 મહિના પહેલા NRI બોયફ્રેન્ડ ગૌતમ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેમના લગ્નની તારીખો નક્કી થઈ શકી નથી. કનિકા કપૂરે મહેંદી સેરેમનીમાં પતિ સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. એક ફોટોમાં બંને ઠુમકા લગાવતા પણ જોવા મળ્યા હતા.
ગૌતમ અને કનિકા પરિવાર અને ખાસ મિત્રો સાથે લંડનમાં આજે લગ્નના બંધનમાં બંધાવાના છે. ચાહકોએ પણ કનિકાને તેની નવી સફર માટે અભિનંદન પાઠવ્યા હતા. કનિકા કપૂરે મહેંદી સેરેમની માટે ફ્લોરલ જ્વેલરી સાથે ગ્રીન આઉટફિટ પહેર્યો હતો, જેમાં અભિનેત્રી ખરેખર ખૂબ જ સુંદર દેખાતી હતી.ગૌતમ (ગૌતમ હાથીરામણી) સફેદ કુર્તા-પાયજામામાં હેન્ડસમ દેખાઈ રહ્યો છે.
આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન 19 મેથી શરૂ થયા હતા. કનિકા કપૂરની મહેંદી સેરેમનીની તસવીરો ખૂબ જ ડ્રીમી હતી. કનિકાએ તેની મહેંદીના દિવસે થીમ સાથે મેળ ખાતો આઉટફિટ પહેર્યો હતો. આ લહેંગામાં કનિકા કપૂર ખૂબ જ સુંદર લાગી રહી હતી. કનિકાએ લહેંગા સાથે મેચિંગ ચોકર નેકપીસ, બંગડીઓ, ફ્લાવર જ્વેલરી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. કનિકા કપૂર ખુલ્લા વાળમાં અદભૂત દેખાતી હતી. કનિકા અને ગૌતમે મહેંદીમાં જોરદાર ડાન્સ પણ કર્યો હતો.
ગૌતમે કનિકાને ગુલદસ્તો આપી પ્રપોઝ પણ કર્યું હતુ. આ દરમિયાન કપલની ખુશી જોવા જેવી હતી. કનિકા અને ગૌતમ એકબીજાના પ્રેમમાં સંપૂર્ણપણે ખોવાયેલા દેખાતા હતા. તેની મહેંદીની તસવીરો સોશિયલ મીડિયા પર હાલ છવાયેલી છે. કનિકા કપૂરનો ભાવિ પતિ ગૌતમ એનઆરઆઈ બિઝનેસમેન છે. લગ્ન પહેલાના ફંક્શન પણ લંડનમાં જ થયા છે. લગ્ન પણ ત્યાં જ થવાના છે.
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મહેંદી સેરેમનીના ફોટા શેર કરતા કનિકા કપૂરે કેપ્શનમાં લખ્યું, ‘G I love you so much’. આ પોસ્ટ પર ફેન્સ કપલને અભિનંદન આપી રહ્યા છે. કનિકા કપૂર 43 વર્ષની ઉંમરે બીજી વાર લગ્ન કરવા જઇ રહી છે. વર્ષ 1997માં તેણે એનઆરઆઈ બિઝનેસમેન રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા.કનિકા કપૂર તે સમયે માત્ર 18 વર્ષની હતી. કનિકા કપૂર અને રાજ ચંડોકને ત્રણ બાળકો છે, જે હવે કનિકા સાથે રહે છે.
View this post on Instagram
વર્ષ 2011માં બંને વચ્ચે મતભેદ થયો હતો અને વર્ષ 2012માં તેઓ અલગ થઈ ગયા. લગ્ન તૂટ્યા બાદ કનિકા કપૂર મુંબઈ આવી અને ગાવાનો પ્રયાસ કર્યો. કનિકા કપૂરના ગીતો ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. કનિકાનું ગીત બેબી ડોલ મેં સોને કી… ખૂબ હિટ રહ્યુ હતું. સફળ પ્રોફેશનલ લાઈફ બાદ કનિકા પોતાના અંગત જીવનમાં પણ આગળ વધી રહી છે.કનિકા ગૌતમ સાથે લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કનિકાને દુલ્હનના વેશમાં જોવા માટે ચાહકો પણ ઉત્સુક બની રહ્યા છે.