ફૂલ સ્વેગ સાથે જીમ બહાર સ્પોટ થઇ ગઇ બોલિવુડની ક્વીન કંગના રનૌત, જુઓ તસવીરો

વિરોધ અને FIR બાદ પણ જારી છે કંગનાનો ટશન, જીમ બહાર પણ સ્વેગ ભરેલા અંદાજમાં આપ્યા પોઝ

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત તેના તીખા નિવેદનને કારણે અને તેના તેવડને કારણે ઘણીવાર વિવાદમાં ઘેરાયેલી રહે છે. કંગના કોઇની પણ સાથે પંગો લેવાથી ડરતી નથી. તે કોઇ પણ મુદ્દા પર ખુલીને વાત કરે છે.  આ જ કારણ છે કે કંગના એકવાર ફરી વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. પહેલા 1947માં મળી ભારતની આઝાદીને ઙીખ ગણાવી અને પછી ઇન્દિરા ગાંધી અને ખાલિસ્તાન પર નિવેદન આપવું ભારે પડી ગયુ છે. કંગના વિરુદ્ધ મુંબઈમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેના ઘરની બહાર શીખ સમુદાય દ્વારા ઘણો વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ એવું લાગે છે કે કંગનાને તેની પરેશાની નથી.

આવું અમે નથી કહી રહ્યા, પરંતુ તેની લેટેસ્ટ તસવીરો કહી રહી છે જેમાં તેની અલગ જ સ્ટાઈલ જોવા મળી રહી છે. વિવાદો અને એફઆઈઆરને લઈને બુધવારે સવારે જિમની બહાર જોવા મળેલી કંગનાના ચહેરા પર સહેજ પણ પરેશાની દેખાતી નથી. તે પેપરાજી સામે ખૂબ જ સ્વેગ સ્ટાઈલમાં પોઝ આપી રહી છે. લુકની વાત કરીએ તો તેણે વ્હાઇટ આઉટફિટ પહેર્યો છે. આ સાથે, કર્લી વાળ અને શેડ્સ તેના લુકમાં સ્વેગ એડ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કંગનાએ થોડા દિવસો પહેલા એક પોસ્ટમાં લખ્યું હતું – ‘ખાલિસ્તાની આતંકવાદી આજે ભલે સરકારના હાથ મરોડતા હોય, પરંતુ તે મહિલા (ઇન્દિરા ગાંધી)ને ભૂલવી ન જોઈએ, જેણે તેમને પોતાના ચંપલ નીચે કચડી નાખ્યા હતા.’ પોતાના જીવનની કિંમતે તેમને મચ્છરની જેમ કચડી નાખ્યા, પરંતુ દેશના ટુકડા થવા ન દીધા, તેમના મોતના એક દાયકા પછી પણ તેમના નામથી લોકો ધ્રૂજે છે, તેમને એ જ ગુરુની જરૂર છે.

શીખ અંગેના નિવેદન બાદ દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (DSGMC) એ કંગના રનૌત વિરુદ્ધ દેશદ્રોહ અને અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દિલ્હી શીખ સંગઠને તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે અભિનેત્રીએ પોતાની પોસ્ટ દ્વારા જાણીજોઈને ખેડૂતોના વિરોધને ખાલિસ્તાની હિલચાલ ગણાવી છે. આ સાથે શીખ સમુદાયને ખાલિસ્તાની આતંકવાદી ગણાવ્યા છે.

જણાવી દઇએ કે, કંગના આ પહેલા પણ ખેડૂતોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપી ચુકી છે. પરંતુ જ્યારે ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદી કહેવામાં આવ્યા ત્યારે સમગ્ર દેશમાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

કંગનાના વર્કફ્રંટની વાત કરીએ તો, કંગના ટૂંક સમયમાં જ ધાકડમાં જોવા મળશે. આ ફિલ્મ ઉપરાંત, અભિનેત્રી તેજસ, સીતા અને ટીકૂ વેડ્સ શેરૂ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Shah Jina