મનોરંજન

પાર્ટીની અંદર જલવો વિખેરતી જોવા મળી કંગના રનૌત, ખુબ જ BOLD ડ્રેસમાં અભિનેત્રીએ વરસાવ્યો કહેર, જુઓ તસવીરો

ભારતને અસલી આઝાદી 2014માં મળી,1947ની આઝાદી ભીખ હતી…હવે પાર્ટીમાં એવો કાતિલ બોલ્ડ ડ્રેસ પહેર્યો કે લોકોએ ઘુરી ઘૂરીને જોવું પડ્યું

પોતાના બેબાક નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેનારી અભિનેત્રી કંગના રનૌત તેના લુકને લઈને પણ અવાર નવાર ચર્ચાનો વિષય બનતી હોય છે. ઘણી પાર્ટી અને  એવોર્ડ શો દરમિયાન  તેનો બોલ્ડ લુક લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચતો હોય છે, ત્યારે હાલ એવું જ કંઈક એક પાર્ટી દરમિયાન જોવા મળ્યું.

કંગનાનું હાલમાં જ પદ્મશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું. તેને પોતાની આવનારી ફિલ્મ તેજસનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. આ ખુશીના પ્રસંગે તે તેની ટીમ સાથે ઉજવણી પણ કરતી સ્પોટ થઇ હતી. કંગનાનું હાઈ ફેશન સેન્સ પેપરાજીના સેન્ટર પર હતું. જ્યાંથી ઘણી બધી તસવીરો પણ સામે આવી છે.

સામે આવેલી તસ્વીરોમાં કંગનાએ ગોલ્ડન યલો રંગનો ડ્રેસ પહેરી રાખ્યો છે. જેમાં અભિનેત્રી પોતાના ગ્લેમરસ અવતારને ફરી એકવાર ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. કંગનાની તસવીરો ઇન્ટરનેટ ઉપર પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

કંગનાના આ  ડ્રેસની વાત કરવામાં આવે તો તે આ થાઈ હાઈ સ્લીટ ડ્રેસમાં કંગના ગજબની લાગી રહી હતી. સામે ડીપ નેક લાઈન અને બેકની ક્રિસ ક્રોસ પેટર્ન ખરેખર આ ડ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું.

કંગનાએ આ શાનદાર પાર્ટીવેયર ડસ સાથે સિલ્વર રંગની બ્લોક હિલ્સ કેરી કરી હતી, જે તેના પરફેક્ટ ફેશન ટેસ્ટને બતાવતું હતું. કંગનાએ આ લુક સાથે પોતાના નેચરલ કર્લી વાળને ખુલ્લા રાખ્યા હતા.  જેના કારણે તેની સુંદરતા વધારે ઉભરી આવતી હતી.

કંગનાનો આ ડ્રેસ એટલો કમાલનો હતો કે અભિનેત્રીએ તેની સાથે કોઈ જવેલરી કે હેવી મેકઅપનો ઉપયોગ પણ નહોતો કર્યો. કંગનાના આ લુકની અંદર તેની સાદાઈ પણ જોવા મળી રહી હતી, સાદાઈ સાથે કંગનાના આ લુકમાં સુંદરતા પણ ભળતી જોવા મળી.

કંગનાએ આ પરીની કેટલીક ઝલક તેના સોશિયલ મીડિયામાં પણ શેર કરી છે, જેમાં એક કેપશન પણ મુકવામાં આવ્યું છે. તેને લખ્યું છે કે, “મેરે મહેબૂબ તુજે મેરી મહોબ્બત કી કસમ”. આ લાઈન તેના ઉપર બરાબર ફિટ બેસી રહી છે.

તેજસ ફિલ્મની અંદર કંગના એરફોર્સ પાયલટનું પાત્ર નિભાવતી જોવા મળશે. જેને સરવેશ મેવારા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવ્યું છે.