બૉલીવુડ અભિનેતા ખાનની ધરપકડ, એરપોર્ટ ઉપરથી પકડાઈ ગયો

મનોરંજન જગતમાંથી એક પછી એક શોકિંગ ન્યુઝ આવતી રહે છે, ઘણીવાર ચાહકોને લોકપ્રિય અભિનેતાના નિધનના સમાચાર મળે છે તો ઘણીવાર કેટલાક કલાકારો એવી હરકતો કરતા હોય છે જેના કારણે તે મુશ્કેલીમાં પણ મુકાઈ જતા હોય છે, ત્યારે હાલ એક એવી જ ખબર આવી રહી છે, જેમાં બોલીવુડના અભિનેતા અને ફિલ્મ ક્રિટીકની પોલીસે એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી લીધી છે.

કમાલ રાશિદ ખાનની 2020માં વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ મુંબઈની મલાડ પોલીસે ધરપકડ કરી છે. મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને આજે એટલે કે મંગળવારે બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. KRK પોતાની ટ્વિટને કારણે વિવાદોમાં ફસાઈ ગયો છે. જણાવી દઈએ કે મલાડ પોલીસ સ્ટેશનમાં ક્રિટીક અને અભિનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

વર્ષ 2020માં કેઆરકેએ બોલિવૂડના બે દિવંગત કલાકારો ઇરફાન ખાન અને ઋષિ કપૂર પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. બંનેના મૃત્યુ પછી કેઆરકેએ લખ્યું, ‘હું ગંભીરતાથી વાત કરવા માંગુ છું કે મેં થોડા દિવસો પહેલા કહ્યું હતું કે જ્યાં સુધી કેટલાક પ્રખ્યાત લોકોને સાથે નહીં લેવામાં આવે ત્યાં સુધી કોરોના જશે નહીં.

2020માં કમલ પર તેમના આ ટ્વિટ બાદ યુવા સેનાની કોર કમિટીએ મલાડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. સમિતિના સભ્ય રાહુલ કનાલે આરોપ લગાવ્યો હતો કે કમલે દિવંગત અભિનેતા ઈરફાન ખાન અને ઋષિ કપૂર વિશે વાંધાજનક ટ્વીટ કર્યા હતા. આ કેસમાં પોલીસે કમલ વિરુદ્ધ કલમ 294 હેઠળ કેસ નોંધ્યો હતો.

જોકે, આ પહેલીવાર નથી જ્યારે KRK મુશ્કેલીમાં મુકાયો હોય. તે અવારનવાર પોતાના વિવાદાસ્પદ ટ્વીટ દ્વારા હેડલાઇન્સમાં રહે છે. કેઆરકે હંમેશા કોઈપણ ફિલ્મ અને કલાકારો પર ટિપ્પણી કરતો રહે છે. તે બેબાક થઈને બોલિવૂડને નિશાન બનાવતો રહે છે. એટલું જ નહીં તે આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમારને પણ ખરું ખોટું કહી ચુક્યો છે.

પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનાર અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કેઆરકે એટલે કે કમાલ રાશિદ ખાન જેલમાંથી બહાર આવી ગયા છે. કેઆરકેને થોડા દિવસો પહેલા એક જૂની ટ્વિટના સંબંધમાં મુંબઈ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને બાદમાં શોષણના એક કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોતાના ટ્વીટથી સમાચારોમાં રહેલો KRK જેલમાંથી છૂટતાની સાથે જ ટ્વિટર પર પાછો ફર્યો અને જણાવ્યું કે તેણે જેલમાં 10 દિવસ કેવી રીતે વિતાવ્યા. કમલ આર. ખાને જેલમાંથી બહાર આવતાની સાથે જ ટ્વીટ કર્યું હતું કે તે બદલો લેવા માટે પાછો ફર્યો છે.

જેને તેણે માત્ર 12 કલાકમાં કાઢી નાખ્યુ. હવે કેઆરકેએ ટ્વિટ કરીને લખ્યું કે મીડિયા મારા વિશે નવી નવી વાતો બનાવી રહ્યું છે. હું મારા ઘરે પાછો અને સલામત છું. હું કોઈની સાથે બદલો લેવા માંગતો નથી. મારી સાથે જે કંઈ ખરાબ થયું છે, તે હું ભૂલી ગયો છું. મને ખાતરી છે કે આ બધી વસ્તુઓ મારા નસીબમાં લખેલી છે. આ સાથે કેઆરકેએ કહ્યું કે મેં માત્ર પાણી પીને 10 દિવસ જેલમાં વિતાવ્યા છે, તેથી મારું વજન 10 કિલો ઘટી ગયું છે. કમાલ આર ખાનના ટ્વીટ પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, હવે સારા થઈ જાઓ, લોકો વિશે ખોટું બોલવાનું બંધ કરો. અન્ય એક યુઝરે લખ્યું કે સર બ્રહ્માસ્ત્ર અને જેલ એક સાથે રિવ્યુ. વર્ષ 2020માં કમાલ આર ખાને બોલિવૂડ અભિનેતાએ ઋષિ કપૂર, ઇરફાન ખાન અને અક્ષય કુમાર પર એક વિવાદાસ્પદ ટ્વિટ કર્યું હતું. જે બાદ મુંબઈની મલાડ પોલીસે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી હતી. આ સિવાય 2019માં એક કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.

KRK પર આરોપ હતો કે તેણે જાન્યુઆરી 2019માં એક મૉડલ પાસેથી એક ફિલ્મમાં લીડ રોલ ઑફર કરવા માટે ફેવર માગ્યો હતો. જણાવી દઈએ કે કેઆરકેના જેલમાં રોકાણ દરમિયાન તેના પુત્ર ફૈઝલે તેના પિતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું કે તેના પિતાનો જીવ જોખમમાં છે. ફૈઝલે ટ્વિટ કરીને બીજેપી નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખ પાસે મદદ માંગી હતી. ફૈઝલે કહ્યું હતું કે તે તેના પિતાને સુશાંત સિંહ રાજપૂતની જેમ મરતા જોવા નથી માંગતો.

આ ખાને કહ્યું હતું કે, માર્ચમાં રિલીઝ થયેલી એસએસ રાજામૌલી દ્વારા 600 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માટે તેમને ઓછામાં ઓછા છ મહિનાની જેલ થવી જોઈએ. એસએસ રાજામૌલીની મેગા-બજેટ ફિલ્મ ‘RRR’એ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. છેવટે, આ ફિલ્મે ગયા શુક્રવારે સિનેમાઘરોમાં દસ્તક દીધી, જેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મ જોયા બાદ થિયેટરમાંથી બહાર આવતા લોકો તેના વખાણ કરતા થાકતા નથી.

ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જબરદસ્ત બિઝનેસ કર્યો છે. રાજામૌલીની ફિલ્મને લઈને દર્શકોમાં ઘણા સમયથી ઉત્સુકતા હતી. જ્યાં એક તરફ દુનિયાભરમાં ‘RRR’ની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ત્યાં, હવે આ ફિલ્મ જોઈને કેઆરકે ચોંકી ગયા છે. તેણે ટ્વિટ કરીને ફિલ્મની ખૂબ ટીકા કરી છે. KRKએ લખ્યું, ‘સાઉથની મસાલા ફિલ્મ RRR હેડલેસ અને લેગલેસ છે’. અન્ય એક ટ્વીટમાં તેણે લખ્યું, ‘હું તેને ભૂલ ન કહી શકું પરંતુ હું તેને સૌથી મોટો ગુનો ચોક્કસ કહીશ.

600 કરોડના બજેટવાળી આ વાહિયાત ફિલ્મ RRR બનાવવા માટે ડાયરેક્ટર રાજામૌલીને ઓછામાં ઓછી 6 મહિનાની જેલ થવી જોઈએ.હવે KRKની આ ટ્વિટ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. RRRના ચાહકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. કેટલાક યુઝર્સે એમ પણ પૂછવાનું શરૂ કર્યું હતું કે તેમણે RRR વિશે નેગેટિવ રિવ્યુ કરવા માટે કેટલો ચાર્જ લીધો હતો.

Niraj Patel