જાણે કોઈ બોલીવુડનો દિગ્ગજ કલાકાર આવ્યો હોય એવી એન્ટ્રી પડી કમાભાઈની, જુઓ વીડિયો

માથે સાફો અને ખુલ્લી કારમાં કમા સાહેબની રોયલ એન્ટ્રી, જોવા માટે હજારોની ભીડ ઉમટી પડી, જુઓ કેવો હતો સુરતની મુલાકાત દરમિયાનનો નજારો

નાના એવા કોઠારીયા ગામનો રહેવાસી દિવ્યાંગ કમો ઉર્ફે કમલેશ આજે ગુજરાતનું એક મોટું નામ બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં બસ કમો જ કમો છવાયેલો છે, સોશિયલ મીડિયામાં પણ તેના ઢગલાબંધ વીડિયો વાયરલ થઇ રહ્યા છે અને લોકો પણ કમાને મળવા માટે ખુબ જ આતુર જોવા મળતા હોય છે અને એમાં પણ જો કોઈ કાર્યક્રમમાં કમાભાઈની એન્ટ્રી થવાની હોય તો પછી પૂછવું જ શું, જનમેદની એવી ઉમટે છે જાણે કોઈ બહુ મોટો સેલિબ્રિટી આવી ગયો હોય.

ગુજરાતની જનતાનો પ્રેમ સતત કમાભાઈને મળી રહ્યો છે, ત્યારે હાલમાં જ કમાભાઈ સુરતના મહેમાન બન્યા છે અને સુરતમાં પણ તેમની રોયલ એન્ટ્રી જોવા મળી હતી અને હજારો લોકો કમાભાઈને મળવા, તેમની સાથે સેલ્ફી લેવા, તેમની એક ઝલક જોવા માટે અધીરા બન્યા હતા. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

કમાભાઈ બે દિવસના સુરતના મહેમાન બન્યા હતા, ત્યારે આ દરમિયાન તેમને પ્રિ નવરાત્રી સેલિબ્રેશન અને ડાયરામાં હાજરી આપી હતી. જેના બાદ તે પર્વત પાટિયામાં આવેલી એક મોબાઈલ શોપમાં પણ હાજરી આપવા માટે પહોંચ્યા હતા. કમાભાઈને મોબાઈલ શોપ સુધી ખુલ્લી કારમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં લોકોએ કમભાઇ સાથે એક સેલ્ફી લેવા અને તેમની સાથે હાથ મિલાવવા પડાપડી કરી હતી.

સુરતની આ મોબાઈલ શોપમાં કમાભાઈની રોયલ એન્ટ્રી જોવા મળી હતી. આ મુલાકાત દરમિયાન મોબાઈલ શોપમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ તેમને મોબાઈલ પણ ભેટ આપવામાં આવ્યો હતો. સામે આવેલા વીડિયોમાં હજારો લોકો કમાભાઈને મળવા માટે આતુર જોવા મળી રહ્યા છે. તેમની કાર આવતા જ તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા પણ જોવા મળી રહ્યા છે.

ત્યારે આ મામલે મોબાઈલ શોપના ઓનર દ્વારા મીડિયા સાથે વાત કરતી વખતે જણાવવામાં આવ્યું હતું કે “કમાભાઈ માનસિક દિવ્યાંગ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આજે માનસિક દિવ્યાંગો પ્રત્યે સમાજમાં ખરાબ વર્તન કરવામાં આવતું હોય છે. ત્યારે કીર્તિદાનભાઈ ગઢવીએ કમાભાઈને સેલિબ્રિટી તો બનાવ્યા છે. પરંતુ તેને સમાજમાં અગ્રસ્થાન અપાવ્યું છે. ત્યારે અમે કમાભાઇને અમારે ત્યાં બોલાવીને સ્વાગત સન્માન કરવાની સાથે માનસિક દિવ્યાંગ લોકો પ્રત્યે સમાજમાં સારી ભાવના ઊભી થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજ્યો હતો અને લોકોએ કમાભાઇને સેલિબ્રિટી તરીકે સન્માન આપ્યું હતું.”

સામે આવેલા વીડિયોમાં કમાભાઈ પ્રત્યેનો પ્રેમ જોઈને એ સાબિત થાય છે કે ગુજરાતની જનતા કમાભાઈને દિલથી ચાહે છે, ભલે એ માનસિક રીતે દિવ્યાંગ છે, છતાં પણ તેમને લોકોનો સતત પ્રેમ મળી રહ્યો છે. આજે કોઈપણ જગ્યાએ ડાયરા જેવા કાર્યક્રમો થાય કમાભાઈની પહેલી ફરમાઈશ હોય છે. આયોજકો પણ કમાભાઈને પોતાના પ્રોગ્રામમાં લાવવા માટેના તમામ પ્રયાસો કરતા હોય છે.

તમને જણાવી દઈએ કે કોઠારીયા ગામમાં વજાબાપાની પૂર્ણતિથી નિમિત્તે ગામની ગૌશાળામાં એક ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિર્તીદાન ગઢવી આવ્યા હતા, ત્યારે તેમને રસિયો રૂપાળો ગીત લલકારતા જ કમો ઉભો થઇ અને નાચવા લાગ્યો જેનો વીડિયો વાયરલ થયો હતો અને ત્યારથી કમો ગુજરાતનું એક મોટું નામ બની ગયો છે.

Niraj Patel