મેકઅપ વિના અને આ હાલતમાં નજર આવી કાજોલ તો લોકોએ ઉડાવી મજાક, કરી દીધી એવી એવી કમેંટ્સ
બોલિવુડ અભિનેત્રી કાજોલ સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા દિવસોથી એક્ટિવ રહે છે. આ વખતે તેના વીડિયોને કારણે ખૂબ જ ટ્રોલ થઇ રહી છે. હાલમાં જ કાજોલે નો મેકઅપ લુક રૂટીનને ચાહકો સાથે શેર કર્યો. કાજોલને આ કારણે ઘણી અપમાનજનક કમેંટ્સનો સામનો કરવો પડ્યો.

લાંબા સમયથી ઓછી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી કાજોલ આ દિવસોમાં દીકરી ન્યાસા સાથે સિંગાપુરમાં સમય વીતાવી રહી છે. તે અવાર-નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

હાલમાં જે તેણે વીડિયો શેર કર્યો છે તે વીડિયોને લઇને ચાહકો તેની મજાક ઉડાવી રહ્યા છે. આ વીડિયોમાં કાજલે મેકઅપ કર્યો નથી અને તે નો મેકઅપ લુકમાં ડાંસ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ કે, મારી સ્કિનકેરનું રૂટીન, મારા મોસ્ચરાઇઝર બાદ શરૂ થઇ જાય છે. આ વીડિયોમાં એક અંગ્રેજી ગીત વાગી રહ્યુ છે અને તે આ ગીત ગાઇ રહી છે અને ચહેરા પર મસાજ કરી રહી છે. કાજોલે આ દરમિયાન બ્લેક ડ્રેસ પહેર્યો છે અને તેણે વાળને ખુલ્લા રાખ્યા છે. તેણે મેકઅપ વિના વીડિયો શેર કર્યો છે જેમાં કાજોલની ગ્લોઇંગ સ્કીન જોવા મળી રહી છે.
એક બાજુ જયાં કાજોલની ખૂબસુરતી પર લોકો દિલ હારી જાય છે ત્યાં કેટલાક યુઝર તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે તો એ પણ લખી દીધુ કે, મોં તો ધોઇ લેતી. ત્યાં એક અન્ય યુઝરે લખ્યુ કે, ગીતના શબ્દો સાથે લિપ્સિંગ મેચ કરી રહ્યા નથી. ત્યાં કેટલાક અન્ય યુઝર કાજોલના આ વીડિયો પર અલગ અલગ કમેંટ કરી રહ્યા છે.

કાજોલના ઇન્સ્ટાગ્રામ પર 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યુ હતુ કે, કોઇ પણ માણસમાં ખૂબસુરતી સમય અને બુદ્ધિમાન સાથે આવે છે. જેમ આપણે સમજદાર હોઇએ તો આપણી સમજની ઊંડાઇ વધવા લાગે છે અને આપણે ખૂબસુરત થઇ જઇએ છીએ.

કાજોલે લગભગ 18 વર્ષની ઉંમરે વર્ષ 1992માં ફિલ્મ “બેખુદી” સાથે બોલિવુડમાં ડેેબ્યુ કર્યુ હતું. જો કે, તેની પહેલી ફિલ્મ ફ્લોપ રહી હતી. તે બાદ કાજોલે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.
View this post on Instagram
કાજોલે બોલિવુડ અભિનેતા અજય દેવગન સાથે વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો પણ છે. એક દીકરી ન્યાસા અને એક દીકરો યુગ…