વિમલ એક્ટર અજય દેવગનની દીકરી ન્યાસાએ તેની મિત્રને મારી દીધો લાફો, જુઓ
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ઘણા સ્ટાર કિડ લાઇમલાઇટમાં છવાયેલા છે. તેમાંથી જ એક છે અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા દેવગન. ન્યાસા ભલે કોઇ ફિલ્મમાં અત્યાર સુધી નજર આવી નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે.
ચાહકો તેની તસવીરો અને વીડિયોની ખૂબ જ રાહ જોઇ રહ્યા હોય છે. હાલ તો ન્યાસા એક વીડિયોને કારણે લાઇમલાઇટમાં આવી છે. આ એક ડાંસ વીડિયો છે પરંતુ ફની ત્યારે બને છે જયારે ન્યાસા ડાંંસ કરતા કરતા તેની જ મિત્રના મોઢા પર મારી દે છે. જે બાદ ન્યાસાના લુક્સ જોવા લાયક હોય છે.
આ વીડિયોની શરૂઆતમાં અજય દેવગનની લાડલી ન્યાસા ડાંસ કરે છે પરંતુ કેટલીક જ વાર બાદ તે ડાંસ કરતા કરતા તેની મિત્રના ચહેરા પર મારી દે છે. જો કે, ન્યાસા ભૂલથી આવું કરે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, ન્યાસા ડાંસ કરતા કરતા પાછળની બાજુ આવે છે અને ત્યારે જ તેની મિત્રના ચહેરા પર ન્યાસાનો હાથ લાગી જાય છે. જે બાદ ન્યાસા પાછળ જુએ છે અને બંને હસવા લાગે છે.
જણાવી દઇએ કે, ન્યાસા ઘણીવાર મજેદાર વીડિયો શેર કરે છે. હાલ તો ન્યાસા સિંગાપુરમાં અભ્યાસ કરી રહી છે.તમને જણાવી દઇએ કે, ન્યાસાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કોઇ તેના ડાંસની પ્રશંસા કરી રહ્યુ છે તો કોઇ તેને ક્યુટ કહી રહ્યુ છે. કેટલાક યુઝર્સ આ વીડિયોને લઇને અલગ અલગ સવાલ પણ કરી રહ્યા છે.
એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, માતા પર ગઇ છે. ત્યાં જ બીજા એક યુઝરે લખ્યુ કે, આ ઘણુ ફની છે, મારી સાથે પણ આવું થાય છે. બીજા એક અન્ય યુઝરે લખ્યુ કે, જોઇને વીડિયો બનાવ, એ બિચારીની આંખ નિપટાવી દીધી. એક બીજા યુઝરે લખ્યુ કે, પાગલ છોકરી, પાછળ તો જો.
ઉલ્લેખનીય છે કે, ન્યાસા 18 વર્ષની છે. ન્યાસાનો જન્મ 20 એપ્રિલ 2003ના રોજ મુંબઇમાં થયો હતો. તે તેના પિતાની ઘણી નજીક છે. આમ તો ન્યાસાની ખૂબસુરતીની તુલના ઘણીવાર માતા કાજોલ સાથે કરવામાં આવે છે. ન્યાસાને ઘણીવાર તેના રંગને કારણે ટ્રોલ કરવામાં આવે છે.
View this post on Instagram
ન્યાસાને ઘણીવાર તેના ડ્રેસને કારણે ટ્રોલ કરવામાં આવે છે. આ પર ઇન્ટરવ્યુમાં તેના પિતા અને અભિનેતા અજય દેવગને કહ્યુ હતુ કે, ન્યાસાને આ બધી વસ્તુથી ઘણો ફરક પડે છે પરંતુ હવે તે ઇગ્નોર કરવાનું શીખી ગઇ છે.
View this post on Instagram