...
   

પાટણમાં ગુજરાતના આ લોકપ્રિય ગાયિકા ઉપર થયો જીવલેણ હુમલો, 3 લાખની સોનાની કંઠી પણ લૂંટી લીધી…જાણો સમગ્ર મામલો

મને અહીંયા ધોકો માર્યો, મારા કપડા ફાડી નાખ્યા, લક્ઝુરિયસ ગાડીની આવી હાલત થઇ, તસવીરો જોઈને ચોંકી ઉઠશો

હાલ દેશભરમાં લગ્નનો મહિલા ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ ઘણા બધા લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે. આવા લગ્ન પ્રસંગો અને કેટલાક કાર્યક્રમોમાં ગુજરાતના કેટલાક ખ્યાતનામ ગાયકો પણ ભાગ લેતા હોય છે અને પોતાના સુર તાલના સથવારે મહેમાનોને ઝુમાવતા હોય છે. પરંતુ આ દરમિયાન એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે.

ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા કાજલ મહેરિયા ઉપર ગત સોમવારે રાત્રે પાટણના ધરપુર ખાતે સંગીતના કાર્યક્રમમાં જતા સમયે હુમલો થવાની ઘટના સામે આવી છે. કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા કાજલ મહેરિયા ઉપર હુમલો કરી અને લૂંટ કરવામાં આવી હતી. આ હુમલામાં કાજલ મહેરિયાને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

કાજલ મહેરિયાને તાત્કાલિક સારવાર માટે પાટણ ધારપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, આ ઘટના અંગે કાજલ મહેરિયાએ પાટણના બાલીસણા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી દીધી છે.  કાજલ મહેરિયાએ નામજોગ ફરિયાદ નોંધાવી છે, જેમાં દિગડી ગામના રમુ દેસાઈ સહીત અન્ય 4 સખ્શો દ્વારા જૂની અદાવત રાખીને હુમલો કર્યાનું કહેવામાં આવી રહ્યું છે.

આ હુમલામાં કાજલ મહેરિયાને ઈજાઓ પહોંચી છે અને તેમની ગાડીને પણ નુકશાન થયું છે. કાજલ મહેરિયા ધારપુરમાં એક લાઈવ ડીજે પ્રોગ્રામમાં ભાગ લેવા માટે જતા હતા તે સમયે આ ઘટના બની હતી. કાજલની ફોર્ચ્યુનર કારને હુમલાખોરેએ ઉભી રાખી હતી અને ગાડીના કાચ તોડી કાજલના ગળામાં પહેરેલી 3 લાખની કંઠી પણ લૂંટી લેવામાં આવી હત અને કાજલને પણ ટી શર્ટ ફાડી નાખીને તેમને માર મારવામાં આવ્યો હતો.

Niraj Patel