દીકરો ગાયબ થતા માતા-પિતા ધ્રુસકે ધ્રુસકે રડ્યા..ગુજરાતના DYSP સાહેબે અશક્ય કામને શક્ય કરી બતાવ્યું…

DYSP પુરોહિત સાહેબની હોશિયારીથી 8 વર્ષથી ગુમ યુવાન મળી આવ્યો…જુઓ મિલનના ભાવુક દ્રશ્યો

ગુજરાત : સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા યુવકને બીજા વર્ષમાં કેટી આવી હતી અને તેને કારણે તેણે દુખમાં હોસ્ટેલ છોડી દીધી અને મુંબઇની વાટ પકડી હતી. તેની ગુમ થયાની નોંધ પોલિસમાં પણ કરાવી હતી. આખરે 7 વર્ષ બાદ પોલિસની મદદથી તેનો મુંબઇમાં પત્તો લાગ્યો. આ યુવક જૂનાગઢના માંગરોળનો હતો અને તે છેલ્લા 7 વર્ષથી ગુમ હતો. ત્યારે 23 સપ્ટેમેબરના રોજ ગુમ થયેલ યુવકને જુનાગઢ પોલિસની મદદથી મુંબઇના થાણાથી મળી આવતા તેને ઘરે લઇ આવવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડીકલ કોલેજમાં એમબીબીએસના છેલ્લા વર્ષમાં ભણતો માંગરોળના શેરિયાજના નરેશભાઈ મકવાણાનો દીકરો મોહિત બીજા વર્ષમાં એટીકેટી આવતાં દુખી થઇ ગયો હતો અને તે બાદ તે ગુમ સુમ રહેવા લાગ્યો હતો. આ દરમ્યાન એટીકેટીની પરીક્ષાના થોડા દિવસો પહેલાં તે ભેદી રીતે ગુમ થઇ ગયો અને તેના ગુમ થયાની ફરિયાદ પોલિસ સ્ટેશને પરિવાર દ્વારા લખાવવામાં આવી હતી, તે બાદ માંગરોળ પોલીસને આધારકાર્ડ પરથી તેના બેંક એકાઉન્ટ નંબર મળતાં તેના મોબાઈલ નંબર અને મુંબઈનું સરનામુ મેળવવામાં સફળતા મળી હતી.

મોહિત વર્ષ 2014માં અચનાક ગુમ થઇ ગયો હતો ત્યારે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ત્યારે માંગરોળના ડીવાયએસપી જે.ડી પુરોહિત અને એસપી રવિ તેજા વાસમશેટ્ટીની મદદથી મોહિત મળી આવ્યો. જુનાગઢ એસપીને કોરોના કાળ દરમિયાન મોહિતના આધાર કાર્ડ પર વેક્સીન લેવામાં આવ્યું છે તેવી માહિતી મળી હતી અને આ માહિતીને આધારે એક ફોન નંબર મળ્યો હતો ત્યાર બાદ તમામ બેંકમાં તપાસ કરતા મુંબઈના થાણાની બેંકમાં આ નબર પરથી બેંક વ્યવહાર થાય છે તેવી માહિતી સામે આવી હતી.

જેના આધારે મોહિતના પરિવારજનો મુંબઈ પહોચ્યા હતા અને પણ મોહિતની ભાળ મળતી નહોતી. આ નંબરના આધારે મોહિતનું લોકેશન મળતું હતું પણ સરનામુ જુનું હોવાથી મોહિતનો પતો લાગતો નહોતો. જુનાગઢ એસપીએ મુંબઈ પોલીસનો સહારો લીધો હતો અને તે બાદ ઘણી મહેનત બાદ તેનો પત્તો લાગ્યો. પોલીસે દીકરાનું મિલન પરિવાર સાથે કરાવ્યું. હાલ મોહિતની કોઈ પૂછપરછ કરવામાં આવી નથી. ઘણા વર્ષે દીકરો પાછો મળતા પરિવાર દ્વારા મોહિતનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

Shah Jina