બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મો કરનારી જૂહી ચાવલા ઘણા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે. જૂહી ચાવલા તેના સમયની ટોપ એકટ્રેસમાંની એક છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. મોટા મોટા પ્રોડકશન હાઉસ કે મોટા બેનરો સાથે કામ કરવા ઉપરાંત પણ તે મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. તે તેના કરિયરની ચરમ સીમા પર હતી ત્યારે તેણે ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ જૂહી ફિલ્મોમાં સક્રિય ન રહી અને પરિવારમાં વ્યસ્ત થઇ ગઇ. આ દિવસોમાં જૂહી તેની ફિલ્મોને લઇને નહિ પરંતુ તેના આલીશાન ઘરને લઇને ચર્ચામાં છે. એવું પહેલીવાર છે કે, જૂહીના બંગલાના ફોટોઝ સામે આવ્યા હોય.
જૂહી ચાવલા અને જય મહેતાનું ઘર મુંબઇના માલાબાર હિલ્સમાં છે અને તે ખૂબ જ સુંદર છે. તેને જય મહેતાના દાદાએ ખરીદયુ હતુ. હાલમાં જ આ ઘરનું રીનોવેશન થયુ છે, અને તે બાદ તેના ફોટોઝ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. લોકો પણ આ ફોટોઝને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
આ આલીશાન ઘરને શ્રીલંકાના મશહૂર આર્કિટેક ચન્ના દસવાટેએ ડિઝાઇન કર્યુ છે. દસવાટે પહેલા પણ જય મહેતાના ઘણા પ્રોજેકટ્સમાં સાથે કામ કરી ચૂક્યા છે. જય મહેતાને આર્ટ કલેક્શનનો ખૂબ જ શોખ છે. તમને જણાવી દઇએ કે, આ બે ફ્લોરના આલીશાન ઘરમાં જૂહી તેના પતિ અને બે બાળકો સાથે રહે છે.
જૂહીના પતિ વાસ્તુમાં વિશ્વાસ રાખે છે, એટલા જ માટે આ ઘરને વાસ્તુશાસ્ત્ર મુજબ ડિઝાઇન કરવામાં આવ્યુ છે. ઘરના બે ફ્લોર પર જૂહી ચાવલા પતિ અને બાળકો સાથે રહે છે જયારે એક ફ્લોર પર જય મહેતાના અંકલ (કાકા) રહે છે, અને બે ફ્લોર પર તેમના આર્ટ કલેક્શન છે.
તેમના ટેરેસને હોલમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે અને કામ પૂર્ણ થયા બાદ અહીં બેસીને વાતચીત કરવા માટે ખૂબ જ સરસ બનાવવામાં આવ્યુ છે. તેને લાલ અને ઓરેન્જ કલરના કોમ્બિનેશનથી સજાવવામાં આવ્યુ છે.
જૂહીના ઘરની બહાર અને અંદરના એરિયામાં ઘણું કામ લાકડીઓથી કરવામાં આવ્યુ છે. ફર્નિચર પણ લાકડાનું જ કરવામાં આવ્યુ છે. તેમજ તેના ઘરની બહાર બેસવા માટે જે સ્પેસ છે તે શાનદાર છે. અહીંથી મરિન ડ્રાઇવનો નજારો એકદમ સુંદર દેખવા મળે છે. તમને જણાવી દઇએ કે, જૂહી જે આલીશાન ઘરમાં રહે છે તે પાંચ માળનું છે. લોકડાઉનના સમયમાં જૂહીએ તેના ઘરમાં મેગેઝિનનું શુટિંગ પણ કર્યુ હતુ.